અજબ ગજબ: આ છે પૃથ્વી પર જીવતો એક માત્ર Alien?

Posted By:
Subscribe to Oneindia News

તમે અનેક વાર પરગ્રહવાસી કે પછી એલિયનની વાતો સાંભળી હશે. અવાર નવાર છાપામાં પણ આ અંગે આવતું રહે છે. અને કેટલાક લોકોએ તો નરી આંખો પોતે એલિયન એટલે કે પરગ્રહવાસી જોયા હોવાનો દાવો પણ કર્યો છે. પણ હકીકત છે કે હજી સુધી આ વાતના કોઇ વૈજ્ઞાનિક કે ઠોસ પુરાવા નથી મળ્યા. વિજ્ઞાન પણ માને છે કે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી. પણ ક્યાંક આવા જ વિચારો વચ્ચે એક વ્યક્તિ છે જેને માણસ જેવું નથી દેખાવું તેને કંઇક હટકે કંઇક અલગ કંઇક એલિયન જેવું દેખાવવું છે. જો કે આવી ઇચ્છા કરવામાં કંઇ ખોટું નથી પણ અહીં વાત કંઇક અલગ છે વધુ વાંચો આગળ........

વીની ઓહ

વીની ઓહ

વીની ઓહ એક મેકઅપ આર્ટીસ્ટ છે. તેમનું માનવું છે કે તે ના તો પુરુષ છે ના જ સ્ત્રી. તે છે એક એલિયન. તેમની એક જેન્ડરલેસ એલિયન બનવું છે. અને તેમની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તે અત્યાર સુધીમાં $50k ખર્ચી ચૂક્યા છે અને 110 સર્જરી કરાવી ચૂક્યા છે.

એલિયન

એલિયન

કેલિફોર્નિયાના લોસ એન્જેલસના રહેવાસી તેવા વીનીને જેન્ડરલેસ એલિયન બનવાની ઇચ્છા છે. આ ઇચ્છા તે જ્યારે બાળક હતા ત્યારથી તેમના મનમાં હતી.

એલિયન બનવાની ઇચ્છા

એલિયન બનવાની ઇચ્છા

નાનપણથી એલિયન બનવાની ઇચ્છા સાથે મોટા થયેલા વીનીએ મોટા થઇને પણ પોતાની આ ઇચ્છાને ભૂલી જવાના બદલે તેને પૂરી કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા. 17 વર્ષની ઉંમરથી તેમણે તેમના શરીર પર સર્જરી કરવાની શરૂ કરી દીધી.

શું શું કરાવ્યું છે?

શું શું કરાવ્યું છે?

અત્યાર સુધીમાં તેણે હોઠ, ગાલના હાડકાં આઇબ્રો ના હાડકા સમેત ચહેરા પર અનેક સર્જરી કરાવી છે. આવનારા સમયમાં તે બેલી બટન, નિપલ જેવી વસ્તુઓ પોતાની છાતી પરથી નીકાળવા માંગે છે. સાથે જ તે પોતાના જનનાંગો પણ નીકાળવા માંગે છે જેથી તે જેન્ડરલેસ એલિયન લાગી શકે.

English summary
This model spent over $50K and there is no stopping for him, as he wishes to look like a genderless alien!
Please Wait while comments are loading...