અહીં છોકરીઓ ખૂબસૂરત દેખાવા માટે ખુદને જ થપ્પડ મારે છે, જાણો શું છે સ્લેપ થેરાપી?
કહેવાય છે કે કોરિયન યુવતીઓ દુનિયાની સૌથી સુંદર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોરિયન યુવતીઓ સુંદર દેખાવા માટે વિવિધ થેરાપીનો સહારો લે છે. આજે આપણે આવી જ એક સ્લેપ થેરાપી વિશે વાત કરવાના છીએ, જેને યુવતીઓ સુંદર દેખાવા માટે ઉપયોગમાં લે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કોરિયન યુવતીઓ પોતાને ખૂબસૂરત દેખાડવા માટે પોતાના જ ગાલ પર થપ્પડ મારે છે. સ્લેપ થેરાપી તરીકે ઓખળાતી આ થેરાપીમાં યુવતીઓ રોજ પોતાને થપ્પડ મારે છે. આમ કરવા પાછળના ઘણા કારણ છે.

અહેવાલો અનુસાર, કોરિયન છોકરીઓ રોજ પોતાના ગાલ પર થપ્પડ મારે છે. આવું કરવા માટે પોતાને સજા આપવાનું કોઈ કારણ નથી. આ છોકરીઓ ગુસ્સામાં આવું નથી કરતી. છોકરીઓ પોતાની સુંદરતા વધારવા માટે આવું કરે છે.
માત્ર કોરિયા જ નહીં ભારત સહિત ઘણા દેશોમાં છોકરીઓ આ કામ પ્રેક્ટિસ કરે છે અને પોતાને થપ્પડ મારે છે. આવુ ત્વચાને સારી બનાવવા માટે કરવામાં આવે છે ત્વચા પર થપ્પડ મારવાના ઘણા ફાયદા છે અને સ્લેપ થેરાપીના કારણે છોકરીઓ આવું કરે છે.
આ થેરાપીમાં ચહેરા પર હલકી થપ્પડ મારવામાં આવે છે. આ કોરિયાની સૌથી પ્રસિદ્ધ થેરાપી છે અને પ્રખ્યાત બ્યુટી ટ્રીક છે. હળવી થપ્પડથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને તેના કારણે તેને વૃદ્ધત્વ વિરોધી પદ્ધતિ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે તે ત્વચાને નરમ બનાવે છે અને કરચલીઓ ઘટાડે છે. આ તકનીક ત્વચાના પરિભ્રમણને સુધારે છે. આ ઉપરાંત ચહેરા પર થપ્પડ મારવામાં ફાઇન લાઇન્સથી છુટકારો મેળવવા માટે પિંચિંગ અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે. અમેરિકન લોકો માને છે કે થપ્પડ ત્વચાના ખુલ્લા છિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. તે ત્વચાને મુલાયમ બનાવે છે અને કરચલીઓ ઘટાડે છે.












Click it and Unblock the Notifications
