ભારતના આ રાજ્યમાં હિન્દુઓ પણ કરી શકે છે બે લગ્ન, જાણો ક્યું છે આ રાજ્ય?
ભારતમાં વિવિધ ધર્મો માટે લગ્નના અલગ-અલગ નિયમો છે. ભારતમાં મુસ્લિમ પર્શનલ લો અને હિન્દુ મેરેજ એક્ટ જેવા લગ્નના કાયદા અસ્તિત્વમાં છે ત્યારે હિન્દુઓ માત્ર એક જ લગ્ન કરી શકે છે. જો કે તેને જાણીને નવાઈ લાગશે કે ભારતના એક રાજ્યમાં હિન્દુઓને પણ 2 લગ્ન કરવાની પરવાનગી છે.
ભારતના બધા રાજ્યો કરતા ગોવામાં લગ્નને લઈને અલગ કાયદા છે. આ કાયદો પણ ગોવામાં જ જોવા મળે છે. જો કે આ આટલુ આસાન નથી. બે લગ્ન કરવા માટે ત્યાં ઘણા નિયમો છે.

ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ હિન્દુ પુરૂષો એક સાથે એકથી વધુ પત્ની રાખી શકતા નથી. બીજા લગ્ન માટે પહેલી પત્નીથી છૂટાછેડા જરૂરી માનવામાં આવે છે. આ એક કાનૂની નિયમ છે. નહીં તો તેને ગુનો ગણવામાં આવે છે. આવું કરવા પર જેલ થઈ શકે છે.
હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ બે પત્નીને મંજુરી નથી તો મુસ્લિમ ધર્મમાં પુરુષને ચાર વખત લગ્ન કરવાની છૂટ છે, જે અંતર્ગત તે ચાર પત્નીઓને સાથે રાખી શકે છે. આ કારણથી દેશમાં સિવિલ કોડ લાગુ કરવાની વાત ચાલી રહી છે.
ગોવાની વાત કરીએ તો 1880માં ગોવાના સિવિલ કોડમાં સુધારો કરવામાં આવ્યો અને ગોવામાં પોર્ટુગીઝ રાજાએ અમુક સંજોગોમાં જ બે લગ્ન માટે નિયમો બનાવ્યા હતા. જો પત્નીને 25 વર્ષથી સંતાન ન થયું હોય અથવા પ્રથમ પત્નીને સંતાન ન થઈ શકે તો તે બીજી વાર લગ્ન કરી શકે છે.
બીજી વાર લગ્ન કરતી વખતે પુરુષોએ પ્રથમ પત્નીની લેખિત પરવાનગી લેવી પડે છે. આ પછી જ બીજા લગ્નને કાયદાકીય માન્યતા મળે છે. આ કાયદા હેઠળ અત્યાર સુધી કોઈ લગ્ન થયા નથી.
ગોવામાં લગ્નની નોંધણી ફરજિયાત છે અને છેલ્લા ઘણા વર્ષોથી આવી કોઈ નોંધણી કરવામાં આવી નથી. આ ઉપરાંત આ જોગવાઈ અંગે કોઈ રિપોર્ટ પણ જારી કરાયા નથી.












Click it and Unblock the Notifications
