ખરબોપતિ અને હૉલીવુડના સુપર સ્ટાર જેકી ચેનની દીકરી થઇ બેઘર, જાણો શું છે કારણ...
હૉલીવુડના સુપર સ્ટાર અને પોતાના એક્શનથી ભારતથી લઇને અમેરિકા સુધી પોતાના ચાહકો બનાવનાર જેકી ચેન નવા જ એક વિવાદમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે.
હોંગકોંગઃ હૉલીવુડના સુપર સ્ટાર અને પોતાના એક્શનથી ભારતથી લઇને અમેરિકા સુધી પોતાના ચાહકો બનાવનાર જેકી ચેન નવા જ એક વિવાદમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. એમની દીકરી એટા નગના એક દાવાએ તેમની મુશ્કેલી વધારી દીધી છે. આ સમયે જેકી ચેનની દીકરી એટા નગ રોડ પર પોતાનું જીવન વ્યતિત કરવા માટે મજબૂર બની ગઇ છે. એટાએ યૂ-ટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને એમાં દાવો કર્યો કે સમલૈંગિક સંબંધોને કારણે આજ એમણે આવા દિવસો જોવા પડ્યા છે. એટા આ દિવસોમાં એક પૂલ નીચે પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહે છે. હોંગ કોંગના 64 વર્ષીય માર્શલ આર્ટ આર્ટિસ્ટ જેકી ચેન 395 મિલિયન ડૉલરની સંપત્તિના માલિક છે.

18 વર્ષની છે એટા
18 વર્ષીય એટાની ગર્લફ્રેન્ડનું નામ એન્ડી ઑટમ છે અને એમની ઉંમર 19 વર્ષ છે. એટાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં એન્ડી પણ જોવા મળી રહી છે. એટા પોતાના આ વીડિયોમાં કહી રહી છે કે, "સમલૈંગિક સંબંધ પ્રત્યે નફરત કરતા માતા-પિતાના કારણે અમે એક મહિનાથી બેઘર છીએ. અમે કેટલીય રાતો પૂલની નીચે અને બીજી જગ્યાએ વિતાવી છે. અમે પોલીસ પાસે, હોસ્પિટલ, ફૂડ બેંક, એલજીબીટીક્યૂ સમુદાયોની પાસે પણ ગયા પરંતુ કોઇએ પણ અમારી મદદ ન કરી." એટા મુજબ એને નથી ખબર કે હવે એણે શું કરવું જોઇએ. તે બસ એટલું ઇચ્છે છે કે લોકોને એમના હાલાત વિશે ખ્યાલ અને અને તેઓ જાણી શકે કે તે કેવી મુસિબતમાં છે. એટાએ કહ્યું કે કોઇપણ એમની મદદ નથી કરી રહ્યું. આ માટે એટાએ જેકી ચેનને જવાબદાર ઠેરવ્યા છે. એમનો આરોપ છે કે જેકી ચેન એમની મદદ નથી કરી રહ્યો.

આ હાલાત માટે જેકી ચેન જવાબદાર
એટા નગનો દાવો છે કે જેકી ચેન એણના સંબંધોથી ડરી ગયા અને આજે જે એમના હાલાત છે, એમના માટે માત્રને માત્ર જેકી જ જવાબદાર છે. એટાની ગર્લફ્રેન્ડ એન્ડી કેનેડાની રહેવાસી છે. એટાએ પોતાના માતા પિતાને હોમોફોબિક માતા-પિતા ગણાવ્યા. બીજી બાજુ જેકી ચેને એનાના આ આરોપો પર કોઇ જવાબ ન આપ્યો. એટા મુજબ તે હોંગ કોંગની સરકાર પાસે પણ મદદ માગી નથી શકતી કેમ કે એને ડર છે કે આવું કરવા પર એમને અલગ કરી મુકવામા આવશે.

944,000 લોકોએ વીડિયો જોયો
એટા અને એન્ડીએ આ વીડિયોને વધુમાં વધુ શેર કરવા કહ્યું છે. એમને આશા છે કે જેટલા વધુ લોકો આ વીડિયોને શેર કરશે તેટલી જલદી લોકો એમની મદદે આવશે. બંનેએ વીડિયોમાં કહ્યું કે આ સમયે લોકો બહુ વ્યસ્ત છે એવામા ઇન્ટરનેટ જ એમની મદદ કરી શકે છે. એટા મુજબ એણનો પ્યાર આ વખતે બહુ મજબૂત છે પરંતુ હવે તે બંને થાકીય ગયા છે કેમ કે જેટલા પણ લોકોને તે જાણે છે તેઓ તેમની મદદે આગળ નહીં આવે. લાઇવ થયા બાદ અત્યાર સુધીમાં આ વીડિયોને 944,000 લોકોએ જોયો છે.

જેકીને એટા નથી માનતી પિતા
યૂકેની એક મીડિયા રિપોર્ટનો દાવો છે કે નગની માતા હોંગકોંગની બ્યૂટી ક્વિન હતી ત્યારે 1998માં જેકી ચેન સાથે એમની મુલાકાત થઇ હતી. જે બાદ બંનેનું અફેર શરૂ થયું અને એક વર્ષ બાદ એટાનો જન્મ થયો. એટાના જન્મ બાદ બંને અલગ થઇ ગયા. એટાએ વર્ષ 2015માં કહ્યું હતું કે જેકી ચેન માટે એમના દિલમાં કોઇ ભાવના નથી રહી. તે માત્ર એમના બાયોલોજિકલ પિતા છે પરંતુ એમની જીંદગીનો હિસ્સો નથી. એટા મુજબ તે ક્યારેય જેકીને પોતાના પિતા નહીં માને અને હંમેશા એને માત્ર એક એક્ટર જ સમજશે. એમની જીંદગીમાં જેકી ચેનનું કોઇ અસ્તિત્વ નથી રહ્યું. વર્ષ 2017માં પીપલ્સ મેગેઝિન તરફથી જણાવવામા આવ્યું કે એટાએ પહેલી વખત પોતાની સેક્સ્યુઅલિટી પર વાત કરી છે અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેટલાક ફોટોગ્રાફ અપલોડ કર્યા છે.
એટાએ શું કહ્યું
એટાએ જેકી માટે શું કહ્યું તે વીડિયોમાં જુઓ...












Click it and Unblock the Notifications
