એક જ ઘરમાં રહે છે પતિ-પત્ની અને બોયફ્રેન્ડ, દુનિયાભરમાં વાયરલ થઈ સ્ટોરી
પતિ-પત્ની અને વો જેવી કહાનીઓ તમે ફિલ્મોમાં જોઈ હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં હકિકતમાં આવી જ એક કહાની છે, જેમાં પત્ની તેના પતિ અને બોયફ્રેન્ડ સાથે એક જ ઘરમાં રહે છે.
પ્રિન્સ સોય નામનો જાપાની વ્યક્તિ તેની પત્ની સેઇરા અને તેના નવા પ્રેમી સાથે તેના બિનપરંપરાગત સંબંધોને કારણે સોશિયલ મીડિયા ચર્ચામાં છે..

ત્રણ વર્ષની પરિણીત સેઇરા ગયા વર્ષે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને એક જાપાની વિદ્યાર્થીને મળી હતી જે તેનો બોયફ્રેન્ડ બન્યો. તેણીએ આ નવા સંબંધ વિશે પ્રિન્સ સોયા સાથે પ્રામાણિકપણે વાત કરી અને તેણે ખચકાટ વિના તેનો સ્વીકાર કર્યો.
12 જુલાઈએ સેઇરા તેના બોયફ્રેન્ડને ઘરે લઈ આવી ત્યારે પ્રિન્સ સોયે બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તે બધા એક અઠવાડિયા સુધી એક જ છત નીચે સાથે રહેતા હતા. પરિણીત યુગલે તેમનો બેડરૂમ શેર કર્યો તો બોયફ્રેન્ડ સોફા પર સુતો હતો.
આ બધા તેઓ એકસાથે રાંધતા અને ઘરના કામકાજ એક સાથે સંભાળતા હતા. જ્યારે સેઇરરાને તેના પ્રેમી સાથે મતભેદ થાય ત્યારે પ્રિન્સ સોયા હસ્તક્ષેપ કરવા માટે આવે છે. પ્રેમી ગયા પછી પ્રિન્સ સોયે ઉદાસી વ્યક્ત કરી અને તેને ગમે ત્યારે પાછા આવવા આમંત્રણ આપ્યું. આ વ્યવસ્થા ઘણા લોકોને વિચિત્ર લાગી શકે છે પરંતુ આ ત્રણેય માટે તે અસરકારક સાબિત થઈ રહી છે.
妻の彼氏と3人で暮らした毎日は
— Soy王子 (@Soy16925506) July 18, 2024
とても楽しかった
次はどんな展開があるのだろうか pic.twitter.com/i9YzZHOAFB
પ્રિન્સ સોયની સોશિયલ મીડિયા પોસ્ટ્સે તેમના સંબંધો વિશે ચર્ચા જગાવી હતી. કેટલાકે તેમના પ્રેમની પ્રામાણિકતા પર પ્રશ્ન કર્યો, જ્યારે અન્યોએ તેમની ગોઠવણનો બચાવ કર્યો. સમર્થકો દલીલ કરે છે કે જ્યાં સુધી બંને ભાગીદારો સંમત અને ખુશ હોય ત્યાં સુધી ખુલ્લો સંબંધ સ્વીકાર્ય છે.
પ્રિન્સ સોયે સ્પષ્ટતા કરી કે તેઓ શરૂઆતથી જ ખુલ્લા સંબંધો માટે સંમત થયા હતા અને સેઇરા સાથેના સમય દરમિયાન તેના ઘણા બોયફ્રેન્ડ હતા.












Click it and Unblock the Notifications
