For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં જંગલમાં 6 ફૂટ લીલા એલિયન્સનો સામનો કર્યો, પુરાવા માટે ફોટોગ્રાફ્સ બતાવ્યા

અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં એલિયન્સ દેખાવાની ઘટનાઓ વધી રહી છે. જોકે, અત્યાર સુધી કોઇ પાસે એલિયન હોવાનું પાકો પુરાવો મળ્યો નથી. થોડા સમય પહેલા જ એક 6 ઇંચના એલિયન હોવા અંગેનો દાવો કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં એલિયન્સ દેખાવાની ઘટનાઓ વધી રહી છે. જોકે, અત્યાર સુધી કોઇ પાસે એલિયન હોવાનું પાકો પુરાવો મળ્યો નથી. થોડા સમય પહેલા જ એક 6 ઇંચના એલિયન હોવા અંગેનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે આશંકા હતી કે, એલિયન દુનિયાને ખતમ કરી શકે છે. જે બાદ એક વ્યક્તિએ છ ફુટ એલિયન્સનો સામનો કર્યો હોવાનો દાવો કર્યો છે.

કેમ્પિંગ ટ્રીપ દરમિયાન થયો એલિયન્સનો સામનો

કેમ્પિંગ ટ્રીપ દરમિયાન થયો એલિયન્સનો સામનો

એક UFO નિષ્ણાતે દાવો કર્યો છે કે, તેણે ગરોળી જેવો હ્યુમનોઇડ જોયો હતો, જે આ પૃથ્વી પરનો જીવ નથી.

આ ઘટના યુકેનાયોર્કશાયરમાં બની હતી, જ્યારે તે વ્યક્તિ તેની કેમ્પિંગ ટ્રીપ પરથી પરત ફરી રહ્યો હતો.

મિરરના અહેવાલ અનુસાર, બેન વોલગેટ નોર્થયોર્કશાયરના માલ્ટનમાં રહે છે અને તે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેણે ઘણી વખત યુએફઓ વિશે મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે.

25 યાર્ડ દૂર હતું એલિયન

25 યાર્ડ દૂર હતું એલિયન

બેનના જણાવ્યા મુજબ, તે યોર્ક નજીક સ્નોબોલ પ્લાન્ટેશન ખાતે કબ સ્કાઉટ કેમ્પિંગ ટ્રીપ પરથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેઆરામ કરવા માટે થોડીવાર રોકાયો હતો.

જે બાદ થોડીવાર આરામ કર્યા બાદ જ્યારે તેની આંખો ખુલી તો તેણે કંઈક અજુગતું જોયું.

તેનીડાબી બાજુ લગભગ 25 યાર્ડના અંતરે તેણે એક લીલા રંગનું અજીબ પ્રાણી જોયું, જે આ દુનિયાનું પ્રાણી ન હતું.

અચાનક થઇ ગયું ગાયબ

અચાનક થઇ ગયું ગાયબ

તેણે આ વિશે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, 6 ફૂટના પ્રાણીનું માથું નાનું હતું અને તે માણસોની જેમ બંને પગ પર ઊભું હતું, પરંતુ તેનાઅંગો વિચિત્ર હતા.

થોડા સમય પછી આ રહસ્યમય વસ્તુ સીડી જેવી આકૃતિ સાથે ક્યાંક ગાયબ થઇ ગઈ હતી. બેનના કહેવા મુજબ, જંગલબહુ ગાઢ ન હતું, જે કારણે તે તેને સારી રીતે જોઇ શક્યો હતો. તેના જણાવ્યા મુજબ આ પ્રાણીની આંખો કાળી હતી.

ખુબ જ શાંત હતું આ એલિયન

ખુબ જ શાંત હતું આ એલિયન

બેનના કહેવા પ્રમાણે, તેણે જે પ્રાણી જોયું હતું, તે ચોક્કસપણે આ પૃથ્વીનું ન હતું. તેનું માથું તેના કદના પ્રમાણમાં નાનું હતું. તેનું મોટાભાગનુંશરીર ગરોળી જેવું હતું. જોકે, બેને પણ સ્વીકાર્યું કે, તે વિચિત્ર પ્રાણી ખૂબ શાંત હતું. તેનાથી મને કોઈ ખતરો જણાયો ન હતો.

ફૂટપ્રિન્ટનો ફોટો પ્રકાશિત થયો

ફૂટપ્રિન્ટનો ફોટો પ્રકાશિત થયો

આવા સમયે, યુએફઓ એક્સપર્ટ દ્વારા એક ફોટો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે ફોટામાં જેઆકૃતિ દેખાય છે, તે એલિયન્સના પગલાનું નિશાન છે.

આ ખૂબ જ અસામાન્ય લાગી રહ્યું છે, પરંતુ હજૂ સુધી આ દાવાની પુષ્ટિ થઈ નથી.

English summary
I encountered 6-foot green aliens In the forest, photographs shown for proof
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X