આવુ થયુ તો આકાશમાંથી ગાયબ થઈ જશે ચંદ્ર, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો?
ભારત સહિત દુનિયાના વિવિધ દેશોની નજર હવે ફરીથી ચંદ્ર પર છે અને એક પછી એક મિશન મોકલવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્ર કેટલીક એવી ગતિવિધીઓમાંથી પસાર થઈ રહ્યો છે જે તેને આકાશમાંથી ગાયબ કરી શકે છે.
ચંદ્ર પર કોઈપણ વાત કરતા પહેલા એ પણ જાણી લેવુ જરૂરી છે કે પૃથ્વી, મંગળ, બુધ અને સૂર્યની જેમ કોઈ ગ્રહ નથી અને એક ઉપગ્રહ છે. ચંદ્રની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વી અને થિયા વચ્ચે ભીષણ અથડામણ બાદ ચંદ્રની રચના થઈ. બંનેના બાકી રહેલા કાટમાળમાંથી ચંદ્રની રચના થઈ.
ચંદ્ર પર વ્યક્તિનું વજન નોંધપાત્ર રીતે ઘટી જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં ઘણું ઓછું છે. જેના કારણે જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર પર જાય છે ત્યારે તેનું વજન પૃથ્વીની સરખામણીમાં લગભગ 17 ટકા ઓછું થઈ જાય છે.
એક રિસર્ચ અનુસાર, ચંદ્ર પૃથ્વી પર રહેતા લોકોની ઊંઘને અસર કરે છે. રિસર્ચ અનુસાર, પૂર્ણ ચંદ્રની તુલનામાં અમાસ દરમિયાન લોકો વધુ સારી રીતે ઊંઘે છે. જો કે આ સંશોધનને હજુ સુધી માન્યતા મળી નથી. આજ સુધી કોઈ પણ આ વાતની વૈજ્ઞાનિક આધાર પર પુષ્ટિ કરી શક્યું નથી. આ અંગે હજુ રિસર્ચ ચાલી રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે ધીરે ધીરે ઘટતો અને વધતો રહેતો ચંદ્ર એક દિવસ ગાયબ થઈ શકે છે. એક દિવસ એવો આવશે જ્યારે ચંદ્ર આપણી નજરથી હંમેશ માટે અદૃશ્ય થઈ જશે.
વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર વધતું જાય છે. દર વર્ષે ચંદ્ર પૃથ્વીથી 3.7 સેન્ટિમીટર દૂર જઈ રહ્યો છે. આજ કારણ છે કે વૈજ્ઞાનિકો માને છે કે વર્ષો બાદ ચંદ્ર આંખોથી ઓઝલ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
