સાવધાન… બેડ પર ફોન સાથે રાખીને સુઈ રહ્યા છો તો મોટી મુશ્કેલી થઈ શકે છે, જાણો શું કહે છે જાણકારો?
ઘણા લોકોને આદત હોય છે તે ફોનમાં ફિલ્મ કે વીડિયો જોતા જોતા ફોનને સાથે રાખીને જ સુઈ જાય છે. જો કે તમને નહીં ખબર હોય પરંતુ આમ કરવુ ખરતનાક છે અને તમને મોટી સમસ્યા કરી શકે છે.
અહેવાલો પર વિશ્વાર કરીએ તો, જો તમે સાથે ફોન લઈને સુઈ જાઓ છો તો તમને કેન્સર જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, જો તમે ખરાબ મૂડ સાથે ઉઠી રહ્યા છો તો તેનું કારણ ફોનનું રેડિયેશન હોઈ શકે છે.

તમને એ જાણીને આંચકો લાગશે કે, ફોનને બેડ પર રાખીને સૂવાથી તમે તમારા મગજને નુકસાન થાય છે અને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. આના પાછળ ફોનમાંથી નીકળતું રેડિયેશન જવાબદાર છે.
જાણકારો અનુસાર, ફોનના રેડિયેશનનથી તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો શિકાર પણ બની શકો છો. આ સિવાય રેડિયેશન બોડી ક્લોકને અસર કરે છે. આ બધી ફરી સામાન્ય સમસ્યા છે પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે ફોનમાંથી નીકળતું એક ખાસ પ્રકારનું RF રેડિયેશન મગજના કેન્સરનું જોખમ વધારે છે.
તમારા મનમાં સવાલ થતો હશે કે સૂતી વખતે ફોનને કેટલો દુર રાખવો? તો નિષ્ણાતો ભલામણ કરે છે કે જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે ફોનને તમારાથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ દૂર રાખો. આમ કરવાથી ફોનની રેડિયો ફ્રીક્વન્સી ઈલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ અને ખતરનાક રેડિયેશનથી દૂર રહેશો.












Click it and Unblock the Notifications
