ગર્લફ્રેન્ડ નથી મળી રહી તો આ ન્યૂઝ તમારા માટે છે, આ AI ટુલ મીનિટોમાં તમારૂ કામ કરી આપશે
આ દિવસોમાં દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે. હવે મુશ્કેલ ગણાતા કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આસાનીથી થઈ રહ્યા છે. હવે ઓનલાઈન ડેટિંગમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી થઈ ચુકી છે.
બદલાતા સમય સાથે હવે રિલેશનશિપમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવાઈ રહી છે. હાલ કેટલાક એવા ટુલ અસ્તિત્વમાં આવ્યા છે કે જેનાથી તમે તમારા મનગમતા પાર્ટનર સુધી પહોંચી શકે છે.

AI ની મદદથી હવે તમે આસાનીથી તમને ગમતા ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને શોધી શકો છો. સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ એન્ડ્રીસેન હોરોવિટ્ઝે આના માટે એક ટુલ વિકસાવ્યુ છે. એક ટ્યુટોરીયલમાં તે જે સમજાવે છે કે કેવી રીતે AI કમ્પેનિયન બનાવી શકે છે. આ AI પાર્ટનર વ્યક્તિની ચોક્કસ રુચિ અને વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરી શકાય છે.
કંપનીના જણાવ્યા અનુસાર, તમે તમારા માટે એક પરફેક્ટ પાર્ટનર બનાવી શકો છો. ફક્ત પાર્ટનગર જ નહીં એક સારા મિત્ર પણ બનાવી શકો છે. તમે તમારી પસંદ અનુસાર તેની બેકસ્ટોરી અને AI મોડલ પસંદ કરી શકો છો. આ પ્રોજેક્ટ એક પ્રયોગ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે ઘણા ટેક લવર્સ આ પ્રયોગથી એકદમ ખુશ છે.
કંપની જણાવે છે કે કેટલીક વ્યક્તિઓ પોતાના માટે રોમેન્ટિક પાર્ટનર બનાવવા માટે AI નો ઉપયોગ કરી શકે છે. તે તેના ચેટબોટમાંથી એક રોમેન્ટિક AI ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પણ રાખી શકે છે. AI મોડેલમાં અમુક પ્રકારની પર્સનાલીટી ફીટ કરાય છે અને તે તેના આધારે વર્તે છે અને પ્રતિક્રિયા આપે છે. આ દ્વારા તે ગ્રાહકની વ્યક્તિગત પસંદગીઓ અને વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીને કસ્ટમાઈઝ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
