આ દેશમાં મહિલાઓ પુરૂષોને ગુલામ બનાવીને રાખે છે, જાનવરોની જેમ થાય છે શોષણ

કહેવાય છે કે પહેલાના જમાનામાં માણસોને ગુલામ બનાવીને તેની સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં હજુ પણ ગુલામ પ્રથા હયાત છે અને એક દેશમાં પુરૂષોને ગુલામ બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે કહેવાય છે કે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં મહિલાઓ પુરૂષોથી આગળ છે અને શાસન ચલાવે છે. આ દેશની મહિલાઓ ત્યાંથી આગળ પુરૂષોને ગુલામ બનાવીને તેમનું શોષણ કરે છે.

Other World Kingdom

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દેશની ગણતરી વિકસિત દેશોમાં થાય છે. યુરોપના આ દેશ અધર વર્લ્ડ કિંગડમનું શાસન મહિલાઓના હાથમાં છે. 1996માં ચેક રિપબ્લિકથી અલગ થઈને આ દેશની રચના થઈ હતી. અહીંની રાણી એક મહિલા છે અને તેનું નામ પેટ્રિશિયા-1 છે.

આ દેશમાં આ રાણીના બનાવેલા નિયમો છે. અહીંનું પોતાનું ચલણ, પોલીસ ફોર્સ અને પાસપોર્ટ છે. અત્યાર સુધી વિશ્વના અન્ય કોઈ દેશે તેને દેશનો દરજ્જો આપ્યો નથી. અહીં મૂળ નાગરિકો માત્ર મહિલાઓ છે. પુરૂષોને નાગરિકતા પણ આપવામાં આવતી જ નથી.

અધર વર્લ્ડ કિંગડમ વિશે કહેવાય છે કે જો કોઈને નાગરિકતા જોઈએ તો તેણે ઓછામાં ઓછા 5 દિવસ રાણીના મહેલમાં ગુલામ તરીકે રહેવું પડે છે. તેણે રાણીના દરેક આદેશનું પાલન કરવું પડે છે. જો કોઈ બીજા દેશમાંથી આવે તો તેણે રાણી માટે સોફા બનવુ પડે છે.

જાણીને હોશ ઉડી જશે કે અહીં કોઈને દારૂ પીવો હોય તો પહેલા તે દારૂ માલકિનના પગ પર રેડવામાં આવે છે. તો જ ગુલામ માણસ તે પી શકે છે. અહીં રાણીને દરેક નિયમ અને કાયદો બનાવવાનો અધિકાર છે.

વાત અહીં પુરી થતી નથી, ક્વીન પેટ્રિશિયા-1એ દેશની નાગરિકતા મેળવતી મહિલાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આવી મહિલાઓ માટે તેમની પાસે ઓછામાં ઓછો એક પુરુષ ગુલામ હોવો જરૂરી છે. મહિલા સંમતિથી સંબંધ બાંધવાની ઉંમરે પહોંચેલી હોવી જોઈએ. મહિલાએ ઓછામાં ઓછા પાંચ દિવસ રાણીના મહેલમાં વિતાવવા પડે છે.

અહીં જે મહિલાઓ તેની નાગરિકતા મેળવે તે 7.4 એકર જમીન પર બનેલા દેશમાં ગમે ત્યાં જઈ શકે છે. દેશમાં 250 મીટરનો અંડાકાર ટ્રેક, એક નાનું તળાવ અને ઘાસના મેદાનો છે. ઘણી ઇમારતો પણ બનાવવામાં આવી છે. અહીં એક સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ અને વાન્ડા નાઇટક્લબ પણ છે. અહીં કેદીઓને રાખવા માટે કોટડી અને ટોર્ચર હાઉસ પણ બનાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X