આનાથી આલિશાન નોકરી બીજી કઈ હોય? માત્ર ખાવા પિવાની મળે છે લાખોની સેલેરી

કોઈપણ લોકોને એવી નોકરીની ઈચ્છા હોય છે જેમાં ખાવા પીવાના જલસા હોય. લોકો આવી આરામની નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. આજે અમે તમને આવી જ એખ નોકરીની વાત કરવાના છીએ. આ નોકરીમાં ખાવા પીવાના બદલામાં લાખોનો પગાર પણ મળે છે.

ખાઉધરા લોકો માટે એક સારા સમાચાર છે. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન સેન્ટર ફોર ડેરી રિસર્ચ એવા લોકોને નોકરી આપી રહી છે જે સ્વાદ પરીક્ષણમાં નિપુણ હોય. આ લોકોએ ચાખીને કહેવાનું હોય છે કે ખાવાનું કેવુ હોય છે.

pixzza

બીજા શબ્દોમાં કહીએ તો ડેરી સ્વાદ પરીક્ષકની નોકરી આપવામાં આવી રહી છે. આ નોકરી માટે તાલીમ પણ આપવામાં આવશે અને નિષ્ણાત બનાવવામાં આવશે. જોબ પ્રોફાઇલ મુજબ, આ એ લોકો માટે યોગ્ય રહેશે જેઓ સ્વાદ વિશે જાણે છે અને તેના વિશે વધુ સારી રીતે કહી શકે છે. તેની રચના, સ્વાદ અને સુગંધની લાક્ષણિકતાઓ વિશે પેનલમાં ચર્ચા કરી શકે છે.

આ નોકરીની જાહેરાત અનુસાર, આ પેનલમાં જોડાયા પછી અઠવાડિયામાં 12 પિઝા, 24 ચીઝ સેમ્પલ ચાખવા માટે કહેવામાં આવી શકે છે. આપેલા સ્વાદની નોંધ લેવામાં આવશે અને તેને અંતિમ ગણવામાં આવશે. પેનલ ચર્ચા, તાલીમ સત્રો અને અન્ય કાર્યક્રમો પણ કરવાના હોય છે.

યુનિવર્સિટી અનુસાર, એક સત્ર ત્રણ કલાક સુધીનું હશે. પેનલના સભ્યોએ દર અઠવાડિયે ત્રણ સત્રમાં હાજરી આપવી ફરજિયાત છે. દરેક સત્ર માટે 45 ડોલર ચૂકવવામાં આવશે. અનુભવી પેનલના સભ્યોને પ્રાધાન્ય આપવામાં આવશે. યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, તેને ડેરી સંશોધન કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X