For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયન ઓઈલઃ 15 દિવસ પહેલા બુક કરાવો ગેસ સિલિન્ડર, અમારી પાસે છે પૂરતુ ઈંધણ

એવા રિપોર્ટસ આવ્યા છે કે લોકો એલપીજી ગેસની પેનિક બુકિંગ કરવા લાગ્યા છે જેના પર ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશનનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન બાદ લોકોમાં જરૂરિયાતની વસ્તુઓ માટે ગભરાટ જોવા મળ્યો છે. એવા રિપોર્ટસ આવ્યા છે કે લોકો એલપીજી ગેસની પેનિક બુકિંગ કરવા લાગ્યા છે જેના પર ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશનનુ નિવેદન આવ્યુ છે. આઈઓસીએ કહ્યુ કે ભારતમા રસોઈ ગેસનો પૂરતો ભંડાર છે. આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે કહ્યુ કે ગેસની કમીના ડરથી પેનિક બુકિંગ ના કરાવો.

IOC

આઈઓસીએ કહ્યુ કે ગભરાવાની જરૂર નથી, 15 દિવસના અંતરે જ ગેસ સિલિન્ડરનુ બુકિંગ કરો. સંજીવ સિંહે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો ભંડાર છે. દેશમં ઈંધણની કોઈ કમી નથી. તેમણે કહ્યુ કે આખો એપ્રિલ મહિનો અને ત્યારબાદના સમય માટે પણ ઈંધણની માંગનુ પૂરુ અનુમાન લગાવી લીધુ છે. તેમણે કહ્યુ કે તેલ શોધક એકમો જરૂરિયાત મુજબ કામ કરી રહી છે જેથી ઈંધણની પૂરી માંગની વ્યવસ્થા કરી શકાય. વાસ્તવમાં ભવિષ્યમાં કોઈ પ્રકારની કમીની આશંકાનેજોતા લોકોએ બુકિંગ વધારી દીધુ છે. આના પર સિંહે ભરોસો અપાવ્યો કે ગેસની કોઈ કમી નથી અને એટલા માટે ગભરાટમાં આનુ બુકિંગ ન કરો.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આ દરમિયાન લોકોને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ લૉકડાઉન 14 એપ્રિલ સુધી છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 33,976થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કર ચૂકી છે. વળી, લગભગ 1.5 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1071 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી દેશમાં 29 લોકોના મોત થયા છે તો 99 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં રણવીર માટે દીપિકા બોલી, તેમની સાથે રહેવુ સૌથી સરળ, એ 20 કલાક ઉંઘે છેઆ પણ વાંચોઃ લૉકડાઉનમાં રણવીર માટે દીપિકા બોલી, તેમની સાથે રહેવુ સૌથી સરળ, એ 20 કલાક ઉંઘે છે

English summary
Indian Oil says avoid panic booking of LPG cylinders, Supply of petroleum products normal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X