વાત એ ઘટનાની, જ્યારે ચંદ્ર પર પહેલી વખત માણસે કાર ચલાવીને મુસાફરી કરી, જાણો નાસાના એપોલો 15 મિશન વિશે

ભારતે બીજી કોશિશમાં જ ચંદ્રના સાઉથ પોલ પર ઉતરીને દુનિયાને ચૌકાવી દીધી છે અને સાઉથ પોલ પર ઉતરનારો પહેલો દેશ બની ગયો છે. જો કે ભારત પહેલા અમેરિકા એકથી વધુ વખત માણસને ચંદ્ર પર ઉતારી ચુક્યુ છે. આજે આપણે આવા જ એક મિશનની વાત કરવાના છીએ.

અમેરિકાએ 70 ના દાયકામાં એક પછી એક ઘણા મિશન ચંદ્ર પર મોકલ્યા. તેમાં સૌથી સફળ મિશન એપોલો 11 મિશન હતું. આ મિશનમાં માણસે પહેલી વખત ચંદ્રની સપાટી પર પર મુક્યો હતો. આ સિવાય નાસાનું એક અન્ય સફળ મિશન હતું એપોલો 15. જેમાં નાસાના વૈજ્ઞાનિકોએ 3 દિવસ ચંદ્રની ધરતી પર વિતાવ્યા હતા.

Apollo 15

1971માં શરૂ થયેલું આ મિશન આખી દુનિયા માટે એક અજાયબી સમાન હતુ. સૌથી મોટી વાત એ છે કે આ મિશનનો હિસ્સો ડેવિડ રેન્ડોલ્ફ સ્કોટ ચંદ્રની સપાટી પર કાર્નુમા રોવર ચલાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ મિશનમાં અવકાશયાત્રીઓએ ત્રણ દિવસ પૃથ્વીની સપાટી પર વિતાવ્યા હતા.

આ ત્રણ અવકાશયાત્રીઓણાંપહેલું નામ ડેવિડ સ્કોટ, બીજું નામ આલ્ફ્રેડ વર્ડેન અને ત્રીજું નામ જેમ્સ ઈરવિન છે. આમાંનું એક નામ તેના અલગ પરાક્રમ માટે આખી દુનિયામાં લોકપ્રિય બન્યું. આ કામ પરાક્રમ હતું ચંદ્રની સપાટી પર કાર ચલાવવાનું. જો કે તે પૃથ્વી પર દોડતી કાર જેવી નહીં પરંતુ ચાંદ રોવર હતું. તે 31 જુલાઈ 1971ના રોજ સ્કોટ દ્વારા ચંદ્રની સપાટી પર ચલાવાયુ હતુ.

એપોલો 15 ના લેન્ડિંગ પછી ડેવિડ સ્કોટ, આલ્ફ્રેડ વર્ડેન અને જેમ્સ ઇરવિને ત્રણ દિવસ સુધી ચંદ્રની સપાટી પર ઘણા રિસર્ચને અંજામ આપ્યો. તેમણે રોવર પર સવાર થઈને ચંદ્રની સપાટી પર દૂર દૂર સુધી સંશોધન કર્યું. ત્યાંથી પત્થરો, રેતી અને બધું એકત્ર કર્યું, જેની મદદથી ચંદ્રને સમજવામાં સરળતા રહે.

અહીં તેને એક પથ્થર મળ્યો જેની ઉંમર તે સમય અનુસાર 4 અબજ વર્ષથી વધુ હતી. તેણે તેનું નામ જિનેસિસ રોક રાખ્યું. સ્કોટ અને ઇરવિને ચંદ્રની સપાટી પર લગભગ 18 કલાક વિતાવ્યા. આ સાથે અવકાશયાત્રી ડેવિડ સ્કોટે ચંદ્ર પર એક નાનું એલ્યુમિનિયમ અવકાશયાત્રીનું પૂતળું બનાવ્યું અને ચંદ્ર મિશનમાં જીવ ગુમાવનારા 14 અવકાશયાત્રીઓને શ્રદ્ધાંજલિ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X