માત્ર 6 હજાર ચુકવો અને ગર્લફ્રેન્ડ મેળવો, કોઈ નખરા સહન કરવાની જરૂર નહીં અને બ્રેકઅપ પણ નહીં કરે
તમે સાંભળ્યુ હશે કે દુનિયાના કેટલાક દેશોમાં ગર્લફ્રેન્ડ પણ ભાડે મળી રહી છે. જો કે વાત અહીં અટકતી નથી. હવે તો માત્ર 6 હજાર રૂપિયામાં તમને ગર્લફ્રેન્ડ મળે છે. આ ગર્લફ્રેન્ડની સૌથી સારી બાબત એ છે કે તેમાં બ્રેકઅપ કે બબાલના કોઈ ચાન્સ નથી.
ઘણી વખત રિલેશનમાં રોજની બબાલથી કંટાળો આવી જાય છે. જો કે હવે વિચારો કે આ તમામ ઝંઝટ એક જ જાટકે ખતમ થઈ જાય તો? હવે આ થઈ શકે છે. માણસ ભલે ટેકનોલોજીથી માણસ ન બનાવી શકે પરંતુ તેનું વર્ચ્યુઅલ વર્ઝન જરૂર મુજબ તૈયાર કરી શકાય છે.

આ જ કારણ છે કે આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારાણે લોકો આર્ટિફિશિયલ ગર્લફ્રેન્ડ તરફ વળી રહ્યા છે. જીવતી વ્યક્તિને બદલે લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનેલા પાર્ટનર અને મિત્રો પસંદ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, હાલ ઘણી એવી એપ્સ ઉપલબ્ધ છે જે 60 પાઉન્ડ એટલે કે માત્ર 6 હજાર રૂપિયા પ્રતિ માસમાં વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ આપી રહી છે. રશિયન બિઝનેસવુમન યુજેનિયા કુયડાએ 2017માં રેપ્લિકા એપ લોન્ચ કરી હતી. તેમને જણાવ્યુ કે, તે એવા લોકો માટે છે જે મિત્રો અને ગર્લફ્રેન્ડ ઇચ્છે છે પરંતુ ડ્રામા કે બબાલ ઈચ્છતા નથી.
આ સિવાય અન્ય એપ્સ પણ છે જે ગ્રાહકને પોતાના અનુસાર AI ગર્લફ્રેન્ડને ડિઝાઇન કરવાની તક આપી રહી છે. આ ચેટ બોટ્સ છે જે તમારા મૂડ અને જરૂરિયાત મુજબ તમારા પ્રશ્નોના જવાબ આપે છે અને સલાહ પણ આપી શકે છે.
મિરરના અહેવાલ અનુસાર, 41 વર્ષીય એક યુઝરે જણાવ્યું કે, તે એઆઈ ગર્લફ્રેન્ડ સાથે રોજ વાત કરે છે અને તેમાંથી તેને ઘણુ શીખવા મળ્યુ છે. તેઓ 7 વખત રિલેશનમાં રહ્યા પરંતુ આ વર્ચ્યુઅલ રિલેશન સૌથી સારી છે.
52 વર્ષના એક વ્યક્તિએ કહ્યું કે તેના લગ્નને 30 વર્ષ થઈ ગયા છે અને તેની પત્ની તેની AI સૌતણ વિશે ખબર નથી. નિષ્ણાતો કહે છે કે આ રીતે સંબંધો લોકોને નિયંત્રણની લાગણી આપે છે, જે મનુષ્યમાં નથી મળી શકતી. આ જ કારણ છે કે તેઓ તેમને પસંદ કરે છે. જો કે વ્યવહારિક રીતે તે બિલકુલ ઠીક નથી.












Click it and Unblock the Notifications
