For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીએ પાસપોર્ટને રદ્દી સમજી બનાવી દીધી ફોન ડાયરેક્ટરી, પતિના ઉડ્યા હોશ

કેરળમાં એક મહિલાએ એવું કંઈક કર્યું જેનાથી તેના પતિને આશ્ચર્ય થયું. પત્નીએ ઘરમાં એક ખાલી કૉપિ જોઈ અને તેણીએ તેની ટેલિફોન ડાયરેક્ટરી બનાવી દીધી અને રાશનના સામાનનું લિસ્ટ લખી દીધું.

|
Google Oneindia Gujarati News

કેરળમાં એક મહિલાએ એવું કંઈક કર્યું જેનાથી તેના પતિને આશ્ચર્ય થયું. પત્નીએ ઘરમાં એક ખાલી કૉપિ જોઈ અને તેણીએ તેની ટેલિફોન ડાયરેક્ટરી બનાવી દીધી અને રાશનના સામાનનું લિસ્ટ લખી દીધું. પાછળથી ખબર પડી કે તે એક ખાલી કૉપિ નથી પરંતુ તેના પતિનો પાસપોર્ટ છે. જ્યારે પતિએ પોતાનો પાસપોર્ટ ખોલીને જોયો, ત્યારે તેનો હોશ ઉડી. પાસપોર્ટની અંદર રાશનનું લિસ્ટ અને સંબંધીઓનાં ફોન નંબર લખ્યા હતા.

Passport

મોટેભાગે ઘરોમાં થાય છે કે ગૃહિણી ઘણી વખત જરૂરી ફોન નંબર અથવા ઘરનાં કાર્યો સાથે સંકળાયેલી વસ્તુઓની લિસ્ટ બનાવવા માટે ખાલી પડેલી ડાયરી અથવા નોટબુકનો ઉપયોગ કરી લે છે. કેરળની આ મહિલાએ પણ કંઈક આવું જ કર્યું. મહિલાએ પાસપોર્ટના પ્રારંભિક પાનામાં સંબંધીઓનો મોબાઇલ નંબર લખી લીધા. અને પાછલા પાનાઓમાં શોપિંગ લિસ્ટ બનાવી દીધી. મહિલાને લાગ્યું કે તે માત્ર એક કૉપિ છે.

આ પણ વાંચો: લોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છે

આ ઘટનાથી સંબંધિત એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં મહિલાનો પુત્ર જણાવી રહ્યો છે કે કેવી રીતે તેની માતાએ તેના પિતાના પાસપોર્ટને ટેલિફોન ડાયરેક્ટરી બનાવી દીધી. હવે આ વ્યક્તિનો પાસપોર્ટ કાનૂની રીતે ગેરકાયદેસર બન્યો છે. કારણ કે પાસપોર્ટ નિયમો મુજબ તેમાં આપવામાં આવતા ખાલી પેજને ફક્ત ત્યારે જ સીલ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ વિઝા માટે અરજી કરે છે. આ પેજ પર બીજું કંઇક લખો ત્યારે પાસપોર્ટ નિરર્થક માનવામાં આવે છે.

આ પણ વાંચો: હંગેરીમાં ત્રણથી વધુ બાળકો જન્મે તો લાઈફ ટાઈમ નો ઈનકમ ટેક્સ, મળશે ઘણી સુવિધાઓ

જો કે, આ કોઈ પ્રથમ ઘટના નથી કેટલાક સમય પહેલા આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટર પર એ ફોટો શેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું એક ચીની વ્યક્તિને એરપોર્ટથી એટલા માટે પાછું આવ્યું પડ્યું હતું કારણ કે તેમના પુત્રએ તેમના પાસપોર્ટ પર તેની કલાકારી દેખાડી દીધી હતી.

English summary
Kerala Woman Turns Husband's Passport Into Phone Directory & Grocery List
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X