જાણો શું છે USB કોન્ડોમ? શેમાં અને કેવી રીતે થાય છે ઉપયોગ?
સામાન્ય સ્થિતીમાં લોકો જાતિય રોગોથી બચવા અને અનિચ્છનિય પ્રેગનન્સીને રોકવા માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે. આ તો થઈ જાતિય સંબંધો દરમિયાન વાપરવાના કોન્ડોમની પરંતુ હવે બજારમાં એક એવો કોન્ડોમ આવ્યો છે તમને નહીં પરંતુ તમારા મોબાઈલ ફોનને વાયરસથી બચાવશે.
હવે તમામ લોકો પાસે સ્માર્ટફોન હોય છે ત્યારે એરપોર્ટ અને બસ પોર્ટ સહિતના જાહેર સ્થળો પર ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવે છે. આ ચાર્જિંગ પોઈન્ટ પર કેટલાક લોકો ફ્રોડને અંજામ આપી રહ્યા છે. હવે આ ફ્રોડને રોકવા માટે USB કોન્ડોમની ડિમાન્ડ વધી રહી છે.

જ્યારે તમે તમારા મોબાઈલ કે ટેબલેટને જાહેર સ્થળે ચાર્જ કરો છો ત્યારે તમારા ફોનમાં મેલવેરની એન્ટ્રી થઈ જાય છે. આ કામ હેકરો દ્વારા કરાય છે. ફોન ચાર્જ કરતા જ તમારા ફોનમાં વાયરથી હેકર ફોનની તમામ માહિતી મેળવી લે છે.
જ્યાં સુધી તમે ફોનને રીસેટ અને રીબૂટ ન કરો ત્યાં સુધી આ વાયરસ ફોનમાંથી દૂર થતો નથી. ફોર્બ્સના એક અહેવાલ અનુસાર, વિશ્વભરની એજન્સીઓ આ અંગે લોકોને વારંવાર ચેતવણી આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે.
દુનિયામાં સતત ટેક્નોલોજીથી સુરક્ષિત રહેવાની નવી શોધ ચાલુ રહે છે અને આ ક્રમમાં જ USB કોન્ડોમ બજારમાં આવ્યા છે. USB કોન્ડોમ પબ્લિક ચાર્જિંગ પોઈન્ટ અને ફોન વચ્ચે રહીને તમારા ડેટાને ગમે ત્યાં જતા અટકાવે છે. USB કોન્ડોમનો ઉપયોગ કરવાથી માત્ર ફોન ચાર્જિંગ જ થશે અને કોઈપણ ડેટા ટ્રાન્સફરથી બચી શકાશે.
ફોર્બ્સ અનુસાર, USB કોન્ડોમ મોટાભાગની ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જ્યારે તમે સાર્વજનિક સ્થળે તમારો ફોન અથવા ટેબ્લેટ ચાર્જ કરી રહ્યાં હોવ ત્યારે વિશ્વભરના નિષ્ણાતો તમને આ USB કોન્ડોમનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.












Click it and Unblock the Notifications
