જાણો શું હોય છે ફૂટ ફેટિશ? મહિલાઓ કેવી રીતે કમાય છે પગના ફોટો વેચીને લાખો રૂપિયા?
આ દુનિયામાં એવી એવી વસ્તુઓ વેચાય છે કે જેના વિશે સાંભળીને તમારૂ મગજ ચકરાવે ચડી જાય. તમે સાંભળ્યુ હશે કે કેટલાક લોકો પાદ વેચીને રૂપિયા કમાય છે તો કેટલાક લોકો બગલના બાળ વેચીને કમાણી કરે છે. આવી જ એક વસ્તુ આ દિવસોમાં ચર્ચામાં છે અને તે છે પગના ફોટો.
તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયા એવા લોકોથી ભરેલી પડી છે જેને મહિલાઓના સુંદર પગ જોઈને આનંદ થાય છે અને આ માટે તે મોટા રૂપિયા ખર્ચે છે. આ લોકો ઈન્ટરનેટ પરથી ફૂટ ફેટિશ એટલે કે પગની ઉત્તેજિત કરતી તસવીરો ખરીદે છે અને તેને જોવાની મજા લેવા માટે રૂપિયા ખર્ચે છેે.

ફૂટ ફેટિશ એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિ વિરોધી જેન્ડર અથવા સમાન જેન્ડરના વ્યક્તિના પગ જોઈને આનંદ મેળવે છે અથવા તેને જાતીય ઉત્તેજના અનુભવાય છે. આ એક વિચિત્ર પ્રકારનો શોખ છે, જે દુનિયાના ઘણા લોકોને હોય છે. આ શોખના કારણે તે લોકો આ ફોટો ખરીદવા મોટા રૂપિયા ખર્ચે છે.
તમને શારીરિક રીતે સમજીએ તો આ બે પાર્ટનર વચ્ચેની પ્રક્રિયા છે જેનાથી તેઓ એકબીજાને પ્રેમ દર્શાવે છે. બ્રિટિશ કંપની લવનીના એક રિસર્ચ મુજબ દુનિયામાં દસ ટકા કપલ્સ એવા છે જે ફુટ ફેટીશનો આનંદ માણે છે. આ ક્રિયામાં પુરુષ સ્ત્રીના પગ પર પ્રેમ વરસાવે છે અને તેના દ્વારા જાતીય આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે.
આમાં કેટલા લોકો કેટલા રૂપિયા ખર્ચે છે તેનો અંદાજ લગાવવો હોય તો તમારે અમેરિકી મોડસ કેસીની વાત સાંભળવી પડે. સોશિયલ મીડિયા પર લાખો ફોરોઅર્સ ધરાવતી કેસી કહે છે કે તેની મોટાભાગની કમાણી ફૂટ ફેટિશ ફોટો થાય છે. તે ફેમસ ફૂટ ફેટિશ મોડલ પણ છે.












Click it and Unblock the Notifications
