જાણો શું છે હલાલ હોલિડે? જાણો કેમ મુસ્લિમ યુવતીઓ ડિમાન્ડ કરી રહી છે?
આ દુનિયાભરના મુસ્લિમ દેશોમાં આ દિવસોમાં હલાલ હોલિડે વિશે ખુબ ચર્ચા થઈ રહી છે. મુસ્લિમ યુવતીઓ હલાલ હોલિડેની માંગ કરી રહી છે. તમને સવાલ થતો હશે કે આખરે આ હલાલ હોલિડે શું છે અને મહિલાઓ તેની કેમ માંગ કરી રહી છે?
ઘણી વખત મુસ્લિમ મહિલાઓ ઇસ્લામના નિયમોનો વિરોધ કરે છે અને તેમના અધિકારોની માંગ કરે છે. જો કે હલાલ હોલિડે અલગ છે અને લોકો આ દરમિયાન ઇસ્લામિક નિયમોના દાયરામાં રહેવા માંગે છે.
હલાલ રજાને એક પ્રકારનું ટુરીઝમ છે. જેમાં તમે તમારા ઇસ્લામિક નિયમોનું પાલન કરીને ગમે ત્યાં ફરવા જઇ શકો છો. મુસ્લિમો હલાલ હોલિડે દરમિયાન મુસાફરી કરતી વખતે તેમના ધાર્મિક મૂલ્યો સાથે સમાધાન કરવાની જરૂર નથી અને તેઓ ધર્મને અનુસરીને થોડા દિવસોની રજાઓ ગાળે છે.

આ કોન્સેપ્ટને લઈને ઘણી હોટલો અથવા વેકેશન ડેસ્ટિનેશન પણ ખુલી રહ્યા છે. જ્યાં મુસ્લિમો એડવેન્ચર અને એન્ટરટેઈનમેન્ટનો પૂરો આનંદ લે છે. અહીં ઈસ્લામિક નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે.
આ વાતને તમે એ રીતે સમજી શકો છો કે મુસ્લિમો ફરવા જાય ત્યારે એવી રેસ્ટોરન્ટ શોધે છે જ્યાં દારૂ પીરસવામાં ન આવતો હોય. આ કામ ખુબ અધરૂ હોય છે. હવે હલાલ હોલિ ડેને ધ્યાનમાં રાખીને હોટેલો બનાવવામાં આવી છે. આ હોટલોમાં ન તો દારૂનું ધ્યાન રાખવાનું હોય છે અને ન તો ખાવાનું કોઈ ટેન્શન હોય છે. આ સિવાય આ સ્થળોએ કપડાંને લગતા નિયમો પણ ઇસ્લામ અનુસાર હોય છે.
આવી સ્થિતિમાં જો કોઈ મહિલા સ્વિમિંગ પૂલમાં જવા માંગે તો તેને કોઈ સમસ્યા નથી. તેની આસપાસ એવા લોકો હોય છે જે આ જ નિયમોનું પાલન કરે છે. આ સાથે અહીં નમાઝ વગેરે માટે જગ્યા હોય છે અને લોકોને ધર્મના નિયમો સાથે સમાધાન કરવાની જરૂર પડતી નથી.












Click it and Unblock the Notifications
