જાણો શું હોય છે Hurriquake? જાણો કેમ અમેરિકામાં ચર્ચામાં છે?
દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અજીબ ઘટનાઓ ઘટી રહી છે. આ ઘટનાઓમાંથી જ આ દિવસોમાં એક નવો શબ્દ સાંભળવા મળી રહ્યો છે. આ શબ્દની શરૂઆત કેલિફોર્નિયાથી થઈ અને દુનિયાભરમાં ચર્ચામાં છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં હાલમાં જ બે કુદરતી ઘટનાઓમાંથી Hurriquake સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો છે. અહીં તોફાન હિલેરી બાદ ભુકંપના આંચકા અનુભવાયા હતા. હવે આ બન્ને ઘટનાઓને સાથે જોડીનેે #Hurriquake શબ્દ ટ્રેન્ડ થયો છે.

આ ધરતીકંપનું કેન્દ્ર સાન્ટા બાર્બરા અને વેન્ચુરાની વચ્ચે આવેલા ઓજાઈમાં હતું. યુએસજીએસ ડેટા અનુસાર, ભૂકંપ સીઝર ફોલ્ટ પર આવ્યો હતો. આ ધરતીકંપમાં નુકસાનના કોઈ અહેવાલ નથી. આ મુદ્દે વાત કરતા સિસ્મોલોજિસ્ટ ડૉ. લ્યુસી જોન્સે જણાવ્યુ કે, લોસ એન્જલસમાં ટૂંક સમયમાં જ મજબૂત ભૂકંપ આવી શકે છે.
હવામાન અને આબોહવા નિષ્ણાત અને જ્યોર્જિયા યુનિવર્સિટીના વાતાવરણીય વિજ્ઞાન કાર્યક્રમના નિર્દેશક ડૉ. માર્શલ શેપર્ડે ફોર્બ્સમાં એક આર્ટિકલમાં જણાવ્યું કે Hurriquake શબ્દ માત્ર સોશિયલ મીડિયાની ઉપજ છે. આવી ઘટનાનો કોઈ આધાર નથી.
જણાવી દઈએ કે તોફાન હિલેરીએ સોમવારે નેવાડામાં ટકરાતા દક્ષિણ કેલિફોર્નિયામાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે અને શાળા-કોલેજ બંધ તેમજ મુખ્ય રસ્તાઓ બંધ થઈ જતા ધંધા બંધ રાખવાની ફરજ પડી છે.












Click it and Unblock the Notifications
