જાણો શું છે સ્નેક વાઇન? લોકો બોટલમાં સાપ રાખીને શા માટે પીવે છે?
દુનિયામાં ઘણા વિચિત્ર પીણા વિશે તમે સાંભળ્યુ હશે. લોતો પોતાના વિસ્તારની ખાસિયત પ્રમાણે વિવિધ પ્રકારના પીણા બનાવીને પીતા હોય છે. દુનિયામાં શરાબના પણ આવા વિચિત્ર પ્રકારો જોવા મળે છે.
કોઈ તમારી શરાબની બોટલ રાખે અને તેમાં સાપ હોય અને એ જ દારૂ તમારે પીવાનો હોય તો? સાંભળવામાં અટપટી લાગતી આ વાત સાચી છે. સ્નેક વાઇનમાં જીવતા અથવા મરેલા સાપને રાખીને બનાવવામાં આવે છે.

આ સ્નેક વાઈનને બનાવવા ચોખા અથવા અન્ય અનાજમાંથી બનાવેલ વાઇનમાં જીવતો અથવા મૃત સાપ નાખવામાં આવે છે અને તેને છોડી દેવામાં આવે છે. આ વાઇનનો ઉપયોગ દવામાં પણ થાય છે.
આ સ્નેક વાઈન ચીનમાં બનાવવામાં આવે છે. તેને ચીની ભાષામાં પિનયિન અને વિયેતનામમાં ખ્મેર કહેવામાં આવે છે. આ વાઈનને સૌપ્રથમ પશ્ચિમી ઝોઉ રાજવંશ દરમિયાન બનાવાયો હતો. ત્યારપછી આ વાઈન ચીનમાં લોકપ્રિય થઈ ગઈ.
આ વાઇન મુખ્યત્વે ઔષ તરીકે વપરાય છે. ચીન ઉપરાંત આ વાઈન સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા, ઉત્તર કોરિયા, લાઓસ, થાઈલેન્ડ, વિયેતનામ, જાપાન અને કંબોડિયામાં પણ બનાવવામાં આવે છે.
અહેવાલો અનુસાર, આ વાઈન રક્તપિત્ત, વધુ પડતો પરસેવો, વાળ ખરવા, શુષ્ક ત્વચા અને અન્ય ઘણી બીમારીઓમાં દવાનું કામ કરે છે. પરંપરાગત દવાઓમાં તેને ટોનિક માનવામાં આવે છે. ચીન, જાપાન, કંબોડિયા, કોરિયા, લાઓસ, તાઈવાન, વિયેતનામ અને થાઈલેન્ડમાં તમને આ દારૂ સામાન્ય રીતે રસ્તાની બાજુના સ્ટોલ પર વેચાતા જોવા મળી શકે છે.
આ વાઈન બનાવવા એક બોટલમાં જીવતા અથવા મૃત સાપને મૂકીને અને તેમાં ચોખા, ઘઉં અથવા અન્ય અનાજનો આલ્કોહોલ ઉમેરીને અને તેને આથો લાવવા માટે મહિનાઓ સુધી મુકી દેવાય છે. આમાં તેની સાથે ફોર્માલ્ડીહાઈડ પણ ઉમેરવામાં આવે છે.
વિયેતનામીસમાં સાપને ગર્મી અને પુરુષાર્થનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્થિતિમાં સાપમાંથી બનેલી આ વાઇન ત્યાં ઘણી લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્યાં એક શક્તિશાળી કામોત્તેજક તરીકે પણ થાય છે.
અભ્યાસ અનુસાર, સ્નેક વાઇનમાં પીડા રાહત અને બળતરા ઘટાડવાના ગુણો છે. રાઇસ વાઇનમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. આનાથી સાપનું ઝેર ખતમ થઈ જાય છે. સામાન્ય રીતે તેને બનાવવા માટે વધુ ઝેરી સાપનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વાઇન પર ચેતવણી પણ આપવામાં આવી છે કે તેને પીવું જોખમી બની શકે છે.












Click it and Unblock the Notifications
