જાણો રશિયાની એ ગ્લેમરસ જાસૂસ વિશે, જેને વર્ષો સુધી અમેરિકાને માત આપી
એના ચેપમેનનું નામ બહુ ઓછા લોકો જાણે છે. મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ થઈ ગયેલા અન્ના ચેપમેનનો એક એવો ઈતિહાસ છે જે તેને રશિયામાં હીરો અને અમેરિકામાં વિલનનો દરજ્જો આપે છે. વર્ષ 2010 માં યુએસ સુરક્ષા એજન્સી એફબીઆઈએ તેની રશિયન સ્લીપર એજન્ટ તરીકે ધરપકડ કરી અને પછી તે રશિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ.

એના ચેપમેન હવે 40 વર્ષની થઈ ગઈ છે. 2010માં રશિયન સ્નાઈપર એજન્ટ તરીકે તેનું નામ આખા અમેરિકા અને રશિયામાં ફેલાયુ હતું. રશિયન-અમેરિકન જાસૂસની અદલાબદલીને કારણે તેને રશિયા પરત ફરવાની તક મળી હતી.
તેની જાસૂસી કારકિર્દીના અંત પછી એનાએ રશિયામાં મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે રેમ્પ પર ઉતરી ત્યારે લોકો તેની સુંદરતાના ફેન બનતા ગયા. હવે એના ફરી એકવાર એના ચેપમેન હેડલાઇન્સમાં છે. હવે તે વ્લાદિમીર પુતિનના એજન્ડાને પ્રમોટ કરી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુક્રેન પ્રત્યે રશિયાના વલણની પ્રશંસા કરી અને લખ્યું કે, મેં મારા દેશ અને રશિયન લોકોમાં આટલી દેશભક્તિની લહેર પહેલા ક્યારેય જોઈ નથી. આ માટે તમારો આભાર.
જણાવી દઈએ કે, એના ચેપમેન કોલ્ડ વોર દરમિયાન અમેરિકામાં રશિયાના જાસૂસી નેટવર્કનો ભાગ હતી. તેને અમેરિકામાં રહેવા માટે ઘર પણ લીધું હતું. એના પાસે યુકેની નાગરિકતા છે. તેણીએ બ્રિટિશ વ્યક્તિ બ્રિટ એલેક્સ ચેપમેન સાથે લગ્ન કર્યા હતા. જો કે, એક વર્ષ પછી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા.
અમેરિકામાં વર્ષ 2010 એનાને વિદેશી સરકારના જાસૂસ તરીકે કામ કરવા અને કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તેના પર લાંબા સમયથી અમેરિકામાં રશિયન સરકાર માટે ડીપ કવર અસાઇનમેન્ટ કરવાનો આરોપ હતો. આ પછી તે જાસૂસોની અદલાબદલીથી દેશ પરત ફરી.












Click it and Unblock the Notifications
