પ્રેમિકાએ એવી કિસ કરી તે પ્રેમી બહેરો થઈ ગયો, જાણો શું છે પુરી ઘટના?
કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ જનુની બની જાય છે. આ જ કારણ છે કે ઘણા પ્રેમીઓ એકબીજાની બાહોમાં આવે ત્યારે દુનિયાને ભુલીને લવ બાઈટ અને બાઈટ આપી દેતા હોય છે. જો કે આવુ જનુન ક્યારેક મુશ્કેલીઓ પર ઉભી કરી દે છે. આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી છે.
તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ એક પ્રેમિકાએ તેના પ્રેમીને એવી કિસ કરી કે તે બહેરો થઈ ગયો. જનૂનમાં પ્રેમિકાથી કિસ કરવામાં કઈંક એવુ થયુ કે પ્રેમી હોસ્પિટલ પહોંચી ગયો.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, ચીનમાં એક કપલ એકબીજાના પ્રેમમાં એટલું ડૂબી ગયું કે કિસ કરીને એકબીજાનીમાં ઓતપ્રોત થઈ ગયુ. આ દરમિયાન છોકરાને તેના કાનમાં વિચિત્ર અવાજ અનુભવાયો અને તેને પણ ભારે દુખાવો શરૂ થઈ ગયો. ત્યારબાદ તેને રોમાંસ અધુરો છોડીને હોસ્પિટલ જવું પડ્યું.
જણાવી દઈએ કે 22 ઓગસ્ટને ચીનમાં વેલેન્ટાઈન ડેની જેમ જ ઉજવવામાં આવે છે. અહેવાલો અનુસાર, ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં વેસ્ટ લેક પાસે એક કપલ કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યું હતું. કપલ લગભગ 10 મિનિટ સુધી એકબીજાને કિસ કરતુ રહ્યુ અને પછી છોકરાને તેના કાનમાં કંઈક ફાટવાનો અવાજ સંભળાયો. તેને સખત દુખાવો થયો અને સાંભળવાનું બંધ કરી દીધુ. ત્યારબાદ બંનેએ હોસ્પિટલ જવુ પડ્યુ.
હોસ્પિટલમાં ડોક્ટોરની વાત સાંભળીને કપલના હોશ ઉડી ગયા. ડોક્ટરોએ કહ્યું કે, પ્રેમીના કાનનો પડદો ફાટી ગયો છે. હવે તેને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમના સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે.
ડોકટરોએ કહ્યું કે, જોશથી કિસ કરતી વખતે કાનની હવાના દબાણમાં ઝડપથી ફેરફાર થાય છે. આનાથી શ્વાસ ઝડપી થાય છે અને આ અસંતુલન માત્ર કાનના પડદાને નુકસાન પહોંચાડે છે.
જણાવી દઈએ કે, પ્રેમમાં આવી ઘટનાનો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ હગ કરવા દરમિયાન પાંસળી તૂટવાનો કિસ્સો સામે આવ્યો હતો.












Click it and Unblock the Notifications
