For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસ્ટમરે ખરાબ ફોનની ફરિયાદ કરી તો, ગૂગલે 6 લાખના 10 મોબાઈલ મોકલી આપ્યા

હંમેશા ઓનલાઇન અથવા ઓફલાઈન શોપિંગમાં જયારે પ્રોડક્ટ ખરાબ નીકળે છે ત્યારે તેને પાછું કરીને રિફંડ મેળવવું ઘણું મુશ્કિલ બની જાય છે.

|
Google Oneindia Gujarati News

હંમેશા ઓનલાઇન અથવા ઓફલાઈન શોપિંગમાં જયારે પ્રોડક્ટ ખરાબ નીકળે છે ત્યારે તેને પાછું કરીને રિફંડ મેળવવું ઘણું મુશ્કિલ બની જાય છે. પરંતુ હાલમાં જ એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ખરાબ નીકળેલા ગૂગલ પિક્સેલ 3 સ્માર્ટફોનને પાછો કરીને પૈસા રિફંડ કરવાની માંગ કરી ત્યારે તેને જે જવાબ મળ્યો તે ખરેખર ચોંકાવનારો છે.

આ પણ વાંચો: ખાટલાની નીચે જોયો તેજસ્વી પ્રકાશ, લાઇટ ચાલુ કરી જોયું તો રુંવાટા ઉભા થઇ ગયા

કંપનીએ રીફંડને બદલે 10 સ્માર્ટફોન મોકલી આપ્યા

કંપનીએ રીફંડને બદલે 10 સ્માર્ટફોન મોકલી આપ્યા

જે વ્યક્તિ ખરાબ નીકળેલા ગૂગલ પિક્સેલ 3 સ્માર્ટફોનને બદલે રિફંડ માંગી રહ્યો હતો. તેને ગૂગલ ઘ્વારા તે ફોનના 10 નવા સેટ મોકલી આપવામાં આવ્યા, જેની કિંમત 9000 ડોલર એટલે કે 6,17,900 રૂપિયા થાય છે. પરંતુ સૌથી વધારે અચરજની વાત છે કે યુઝર તેનાથી ખુશ નથી. તેને આ 10 ફોન નથી જોઈતા તે પોતાના 1 ખરાબ ફોનનું રિફંડ જ માંગી રહ્યો છે.

રીફંડમાં ફક્ત 5500 રૂપિયા આપ્યા

રીફંડમાં ફક્ત 5500 રૂપિયા આપ્યા

તે વ્યક્તિને પોતાના ફોન માટે 900 ડોલર એટલે કે 62 હજાર રૂપિયાનું રિફંડ મળવું જોઈતું હતું પરંતુ કંપનીએ તેને ફક્ત 80 ડોલર એટલે કે 5500 રૂપિયા રિફંડ સાથે 10 નવા સ્માર્ટફોન આપ્યા. આ બધાની જાણકારી રિડિટ પર ચીટોઝ નામના યુઝરે આપી છે. તેને લખ્યું કે આ પ્રકારના મામલે ગૂગલનું વર્તન બિલકુલ પણ ઠીક નથી.

ગૂગલે મદદ કરવાનું આશ્વાશન આપ્યું

ગૂગલે મદદ કરવાનું આશ્વાશન આપ્યું

આ બધા પછી ગૂગલે તેના ઓફિસિયલ એકાઉન્ટથી તે વ્યક્તિની મદદ કરવાની વાત કહી છે. આ ખુબ જ અનોખો મામલો છે જયારે કોઈ કંપની ગ્રાહકને શાંત કરવા માટે નુકશાન વેઠી રહી છે. આ મામલો અનોખો પણ છે કારણકે ગૂગલ તે વ્યક્તિને 900 ડોલરને 9000 ડોલરનો સામાન આપી રહી છે તેમ છતાં યુઝર તેને લેવાની ના પાડી રહ્યો છે.

English summary
Man asked refund for Google Pixel 3 gets 10 phones instead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X