For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાટલાની નીચે જોયો તેજસ્વી પ્રકાશ, લાઇટ ચાલુ કરી જોયું તો રુંવાટા ઉભા થઇ ગયા

ઘણીવાર લોકોના ઘરમાં અજગર, સાપ આવી જવાના સમાચાર આવે છે. આવા અનિચ્છનીય મહેમાન ઘરની અંદર ઘુસી જવાથી અફરા તફરી મચી જાય છે.

|
Google Oneindia Gujarati News

ઘણીવાર લોકોના ઘરમાં અજગર, સાપ આવી જવાના સમાચાર આવે છે. આવા અનિચ્છનીય મહેમાન ઘરની અંદર ઘુસી જવાથી અફરા તફરી મચી જાય છે. પરંતુ ગુજરાતમાં એક ખેડૂતના ઘરે જે મહેમાને દર્શન આપ્યા તે વધુ અણધારી હતા. ગુજરાતના આનંદ જિલ્લાના મલાતઝ ગામની આ ઘટનાએ ઘરના માલિકનો હોશ ઉડાવી દીધો.

આ પણ વાંચો: હાથીના પગોની વચ્ચે આવીને પડી 4 વર્ષની છોકરી, એક હાથીએ બચાવ્યો જીવ

જ્યારે ખાટલા નીચે દેખાઈ ચમકતી વસ્તુ

જ્યારે ખાટલા નીચે દેખાઈ ચમકતી વસ્તુ

હકીકતમાં ખેડૂત બાબુભાઇ પરમાર મોડી રાત્રે ઊંઘવા માટે જઈ રહ્યા હતા કે અચાનક તેમની નજર ઘરના ખાટલા નીચે ચમકતી વસ્તુ પર પડી. જેવી જ લાઈટ ચાલુ કરી તો તેને જોઈને તેમના હોશ ઉડી ગયા, અને બે ડગલાં પાછળ ખસી ગયા. હકીકતમાં તે ચમકતી વસ્તુ આંખ હતી. એક 8 ફૂટ લાંબા મગરની આંખ જે ખુબ ખતરનાક હતો. જાણ્યું કે તે નજીકના તળાવ માંથી ખેડૂતના ઘરમાં ઘુસી આવ્યો છે. તેને પકડીને પાછો તળાવમાં છોડી દેવામાં આવ્યો.

મગર ખાવાની શોધમાં ગામમાં પ્રવેશ્યો

મગર ખાવાની શોધમાં ગામમાં પ્રવેશ્યો

આવી ઘટનાઓ પહેલા પણ થઇ ચુકી છે જયારે આવા ખતરનાક પ્રાણીઓ ખાવાની શોધમાં ગામમાં આવી ગયા હોય. હાલમાં જ યૂપીમાં બહરાઈચના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલાગંજ ગામમાં એક મગરએ તળાવમાંથી નીકળી ગામમાં આવી પહોંચ્યો હતો. મગરને જોતા જ ગ્રામજનોમાં હડકંપની સ્થિતિ મચી ગઈ હતી. સખત મહેનત કરીને ગ્રામજનોએ ગોલાગંજ-બેલહા બેહરોલી લિંક રોડ પર બનેલા આરસીસી રોડ પર મગરને રોકી દીધો.

મહિલા વૈજ્ઞાનિક બની મગરનો શિકાર

મહિલા વૈજ્ઞાનિક બની મગરનો શિકાર

ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસીમાં મહિલા વૈજ્ઞાનિક 17 ફુટ લાંબા મગરને માંસ ખવડાવવા ગઈ હતી, પરંતુ તે પોતે મગરનો શિકાર બની. મહિલા ત્યાં ફેસીલિટીમાં રિસર્ચ કરી રહી હતી. મહિલા 8 ફૂટની ઉંચી દીવાલથી મગરને માંસના ટુકડા ખવડાવવા ગઈ, જેના પછી તે ગુમ હતી. લોકો તેની શોધ કરી, પરંતુ તે મળી નહિ. બીજા દિવસે જ્યારે ફેસીલિટીના સ્ટાફએ મગરને જોયો તો હેરાન રહી ગયા. મગરના મોંમાં મહિલાના શરીરનો એક ભાગ મળ્યો.

English summary
farmer saw light under his bed, what he saw was terrible
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X