For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથીના પગોની વચ્ચે આવીને પડી 4 વર્ષની છોકરી, એક હાથીએ બચાવ્યો જીવ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક એવો બનાવ બન્યો, જેમાં પ્રાણીઓમાં સંવેદનશીલતાનો એક બીજો પુરાવો મળ્યો.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક એવો બનાવ બન્યો, જેમાં પ્રાણીઓમાં સંવેદનશીલતાનો એક બીજો પુરાવો મળ્યો. અહીંનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 31 ગારૂમારા જંગલની મધ્યમાં રહીને પસાર થાય છે. આ હાઇવે પર સ્કૂટરથી જઈ રહેલા એક પરિવાર માટે ત્યારે મુશ્કેલી ઊભી થઈ જયારે હાથીઓનું એક ટોળું રસ્તો પાર કરી જંગલની બીજી તરફ જવા લાગ્યું. હકીકતમાં, નીતુ ઘોષ તેમની પત્ની તિતલી અને 4 વર્ષની પુત્રી અહાના સાથે લાતાગુડીના એક મંદિરમાં પૂજા કર્યા પછી પરત ઘરે જતો હતો ત્યારે હાથીઓના ટોળાને જોતા રોકાઈ ગયો, પરંતુ તે પછી થયું તે ભયાનક હતું.

હાથીઓના ટોળા સાથે ભટકાયું પરિવાર

હાથીઓના ટોળા સાથે ભટકાયું પરિવાર

એકવાર હાથીના ટોળાએ રસ્તો પાર કરી લીધા પછી, નીતુએ ફરીથી સ્કૂટર ચાલુ કરી અને આગળ વધ્યો ત્યારે અચાનક બાકી રહેલું ટોળું પણ રોડ પાર કરવા લાગ્યું. નીતુએ ઉતાવળમાં બ્રેક લગાવી, તો ત્રણેય સ્કૂટર ઉપરથી નીચે પડી ગયા. તેની છોકરી અહાના એક હાથીના પગ વચ્ચે આવી ગઈ. નીતૂ અને તિતલીનો ઘભરાહટના લીધે જાણે શ્વાસ જ બંધ થઇ ગયો. પરંતુ તેઓ એ જાણીને આશ્ચર્ય પામ્યા કે જ્યાં સુધી બાકી રહેલું ટોળું ત્યાંથી નીકળ્યું નહિ ત્યાં સુધી હાથી અહાનાને તેના પગમાં ઘેરી ઉભો રહ્યો. એવું લાગ્યું જાણે કે તે છોકરીની સલામતી માટે ઉભો હોય.

ટ્રક ડ્રાઈવરે દોડીને મદદ કરી

ટ્રક ડ્રાઈવરે દોડીને મદદ કરી

નીતુના સ્કૂટર પાછળ આવી રહેલા ટ્રકના ડ્રાઇવરએ જોયું કે પરિવાર મુશ્કેલીમાં છે અને તે છોકરીને બચાવવા દોડીને ગયો. તેણે ત્રણેયને ટ્રકમાં સુરક્ષિત રીતે બેસાડ્યા અને હોર્ન વગાડી હાથીઓને જલ્દીથી ત્યાંથી ભાગવા પર મજબુર કર્યા. છોકરી માતાના ખોળામાં સુરક્ષિત હતી. ડ્રાઈવરે પરિવારને લાતાગુડી પહોચાડ્યું.

હાથી વચ્ચે ફસાવાથી છોકરી આઘાતમાં

હાથી વચ્ચે ફસાવાથી છોકરી આઘાતમાં

આ અકસ્માતમાં નીતુ ઘોષ અને તેની પત્ની તિતલી ઘાયલ થયા હતા. તેમને બંને જલપાઈગુડીના નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા હતા. ડોકટરો અનુસાર, છોકરીને કોઈ ઈજા થઈ નથી, પરંતુ તે આ ઘટનાથી આઘાતમાં છે.

English summary
4 year old fell in foot of elephants saved by an elephant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X