For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizarre: આ વ્યક્તિને થયો છે પ્લેગ, કારણ છે એક બિલાડી

પાળતૂ બિલાડીના કારણે અમેરિકાના એક વ્યક્તિને થયો પ્લેગ. એટલું જ નહીં હાથની આંગળી પણ કપાવી પડી ત્યારે શું છે આ ઘટના વિગતવાર જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

અમેરિકાના ઓરેગાંવમાં રહેતા પોલ ગેલોર્ડ હાલમાં જ મોતના મુખમાં જઇને પાછા આવ્યા છે. તેમને પ્લેગ થઇ ગયો હતો. અને આ જ કારણે તેમના હાથની આંગળીઓ કાળી પડી ગઇ હતી. ભારે જહેમત અને સારવાર બાદ તથા બન્ને હાથની પાંચેય આંગળી કપાવ્યા પછી હાલ તે સ્વસ્થ છે. પણ તેમની પર આટલી બધી મુસીબતો કેવી રીતે આવી તેનું કારણ જાણવું ખરેખરમાં ચોંકવનારું છે. તેમનો પોતાની પાતળૂ બિલાડી માટેનો પ્રેમ તેમની આ સ્થિતિ માટે જવાબદાર છે. જાણીને નવાઇ લાગે તેવી વાત અંગે વધુ વાંચો અહીં.

પોલની તસવીર

પોલની તસવીર

આ તસવીર છે પોલ ગેલાર્ડની. જે વખતે તેમને અમેરિકાની હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા તે પહેલા આ તસવીર લેવાઇ હતી. તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના હાથની આંગળીઓ કાળી પડી ગઇ છે. અને તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જે માટે કારણરૂપ બની તેમની પાળતૂ બિલાડી.

તેવું તો શું થયું

તેવું તો શું થયું

તે વાત તો બધા જ જાણે છે બિલાડીનો શિકાર છે ઉંદર. પોલની બિલાડીએ એક દિવસ આવી જ રીતે ઉંદરનો શિકાર કર્યો અને તે તેને મોઢામાં દબાવીને બેઠી હતી. પોલે આ જોયું તો તે તરત ઉંદરને બિલાડીના મોઢામાંથી નીકળવા ગયા. પણ ત્યાં સુધી બિલાડી ઉંદરને ગળી ગઇ. અને પછી તેની સ્થિતિ પણ મુશ્કેલમાં મુકાઇ ગઇ.

પોલની ભૂલ

પોલની ભૂલ

પોતાની બિલાડીના મોઢામાંથી ઉંદર નીકાળવા માટે પોલે બિલાડીના મોઢામાં હાથ નાંખ્યો. અને આ કારણે તેમની બિલાડીએ પણ પોલને બચકું ભર્યું. તે ઘટના પછી ઉંદર અને બિલાડી તો બચી ગયા પણ પોલની હાલત અચાનક જ બગડવા લાગી. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પ્લેગ

પ્લેગ

સૌથી ચોંકવનારી વાત તો એ રહી કે ડોક્ટરોએ પોલની બિમારીનું તારણ કાઢતા કહ્યું કે તેમને પ્લેગ થયો છે. માટે જ તેમને આઇસીયૂમાં રાખવા પડશે. એટલું નહીં તેમની જે કાળી આંગળી છે તેને પણ કાપવી પડશે તો જ પોલ બચી શકશે. આખરે લાંબી સારવાર બાદ હાલ પોલ પ્લેગની બિમારી બહાર આવી ચૂક્યા છે અને સ્વસ્થ છે પણ બિલાડી પાળવી તેમને ખરેખરમાં મોંધી પડી તેમ આ વાત ઉપરથી લાગે છે.

English summary
Man Lost All His Fingers Due To Black Death Or Bubonic Plague Caused By His Pet Cat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X