મળો 30 હજાર બાળકોના પિતાને, રાત-દિવસ સેવામાં રહે છે 5 લોકોની ટીમ
સામાન્ય રીતે લોકો દૂધ આપતી ગાય કે ભેંસને જ સાચવે છે અને તેને સારો સારો ખોરાક આપે છે. જો કે આજે અમે તમને એક પાંડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પાંડો તેના માલિકને મહિને 8 લાખ કમાઈને આપે છે.
આ પાડાની ઉંમર માત્ર છ વર્ષની છે અને 30 હજાર જેટલા બાળકોનો પિતા છે. 15 ક્વિન્ટલ વજનનો આ પાડો તે દરરોજ દસ લિટર દૂધ પીવે છે અને 10 કિલો સફરજન ખાઈ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ પાડાની ઐય્યાસીએ એવી છે કે એસી રૂમમાં બેસીને ચાર કલાક ટીવી જુએ છે. તેની દર અઠવાડિયે શેવીંગ કરાય છે અને તેલ માલિશ થાય છે.
બિહારની રાજધાની પટનામાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસીય બિહાર ડેરી અને કેટલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં દૂધ અને બ્રિડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
21મી ડિસેમ્બરે દેશી-વિદેશી ઓલાદની ગાયો વચ્ચે સ્પર્ધા યોજાશે અને વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. આ એક્સપોમાં હરિયાણાના પાણીપતની ગોલુ-2 નામના પાડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો છે. તેની ભવ્યતા લોકોને આશ્ચર્યમાં મુકી રહી છે.
ભેંસના માલિક પાણીપતના રહેવાસી ખેડૂત નરેન્દ્ર સિંહ છે અને લગભગ પાંચ વર્ષ પહેલા પાણીપતમાં યોજાયેલા કૃષિ મેળામાં આ પાડાની કિંમત 10 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
નરેન્દ્ર સિંહ કહે છે કે, ગોલુ-2 દર મહિને 8 લાખ રૂપિયા કમાય છે. તેની સંભાળ માટે 5 લોકોની ટીમ 24 કલાક કાર્યરત છે. તે કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી. તેને દરરોજ 30 કિલો ઘાસચારો, સાત કિલો ઘઉં-ચણા અને 50 ગ્રામ મિનરલ મિશ્રણ આપવામાં આવે છે. તેને દરરોજ એક લીટર સરસવના તેલથી માલિશ કરવામાં આવે છે.
નરેન્દ્ર સિંહ કહે છે કે, તે દરરોજ રાત્રે એસી રૂમમાં બેસીને ચાર કલાક ટીવી જુએ છે. દરરોજ સવારે અને સાંજે 5 કિલોમીટર ચાલે છે. તે પછી તે સ્નાન કરે છે, ભોજન કરે છે અને આરામ કરે છે. પછી સાંજે તે 5 કિલોમીટર ચાલવા જાય છે. કટીંગ અઠવાડિયામાં એકવાર કરવામાં આવે છે અને દરરોજ એક કિલો સરસવના તેલથી માલિશ કરવામાં આવે છે.
6 વર્ષના ગોલુ-2ના લગભગ 30 હજાર બાળકો છે. તેનો જન્મદિવસ 30મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. જો કોઈ આ એક્સપોમાં તેનું વીર્ય ખરીદવા માંગે છે તો તેને પ્રતિ ડોઝ 300 રૂપિયા આપવા પડે છે.












Click it and Unblock the Notifications
