મળો દુનિયાના સૌથી બોલ્ડ યોગ ગુરૂને, હોટ અંદાજમાં શીખવે છે હોટ યોગા, જુઓ ફોટો
2014 થી 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર થયા બાદ દુનિયાભરમાં યોગનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેજ વચ્ચે ઈંગ્લેન્ડના એક યોગ ગુરૂની ખુબ ચર્ચા થાય છે. આ યોગ ગુરૂનો અંદાજ એટલો બોલ્ડ છે કે બોલો તેને હોટ યોગ ગુરૂ તરીકે ઓળખે છે.
ઈંગ્લેન્ડમાં રહેતા સ્ટુઅર્ટ ગિલક્રિસ્ટ 60 વર્ષના છે અને વર્ષોથી લોકોને યોગ શીખવી રહ્યા છે. તેમની ખાસિયત એ છે કે સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ તેના યોગ ક્લાસમાં યોગ શીખવા માટે આવે છે.

અહેવાલો અનુસાર, તે બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમ્સની સાળી પિપ્પા મિડલટનથી લઈને અભિનેત્રીઓ કેટ મોસ અને વુડી હેરેલસન સુધીના લોકોને યોગ શીખવી ચુક્યા છે. આ તમામ તેના શિષ્યો રહ્યા છે.
સ્ટુઅર્ટને ટચી-ફીલી યોગ ટીચર કહેવામાં આવે છે. એટલે કે શિક્ષક જે શિષ્યોને યોગના પાઠ ભણાવવામાં એટલા તલ્લીન થઈ જાય છે કે તે તેના ઉપર સવાર થઈ જાય છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ ઘણી વખત આસન શીખવવા સ્ટુઅર્ટ તેના શિષ્યોના શરીરના વિવિધ ભાગોને સ્પર્શ કરીને અથવા તેમના પર ચઢીને તેને સુધારે છે. તેમને આમ કરવા માટે સ્ત્રી હોય કે પુરૂષ કોઈ ફરક પડતો નથી.
સ્ટુઅર્ટ અનુસાર, યોગ શીખવવાની તેમની પદ્ધતિ બરાબર એ જ છે જે રીતે લોકો મસાજ અથવા ફિઝિયો કરતી વખતે કરે છે. આમાં કશું ખોટું કે અશ્લીલ નથી. સ્ટુઅર્ટ સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે વર્ષમાં માત્ર એક જ વખત દરિયામાં ન્હાય છે. આ સિવાય તે ક્યારેય નહાતા નથી.
કહેવાય છે કે, તેના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે, તેના વાળ અને દાઢીમાંથી પણ દુર્ગંધ આવે છે પરંતુ તે ક્યારેય ધોતા નથી. તેમનું માનવું છે કે તેમની મહેક એવી છે કે લોકો યોગ શીખવા તેની તરફ ખેંચાય છે.
એક અહેવાલ અનુસાર, તે એક સેશન માટે 16 પાઉન્ડ એટલે કે 1600 રૂપિયા સુધીનો ચાર્જ લે છે અને તે ખૂબ જ ઓછો છે. તેમનું માનવું છે કે તે આ પૈસા માટે નથી કરતા પરંતુ લોકોને યોગ વિશે જાણકારી આપવા માટે કરે છે.












Click it and Unblock the Notifications
