મર્દાના પાવર વધારવા માટે પુરૂષો લઈ રહ્યા છે ખતરનાક કરોળીયાનું ઝેર, જાણો કેવી રીતે વધારે છે તાકાત?
ઘણા કપલ પોતાની ઈન્ટિમેટ લાઈફને પાવરફૂલ બનાવવા વિવિધ દવાઓનો સહારો લે છે. આવા કપલમાં સૌથી વધુ વપરાતી એક દવા વાયગ્રા છે. બજારમાં વિવિધ પ્રકારની વાયગ્રા મળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે કરોળીયાના ઝેરમાંથી બનેલી એક વાયગ્રા પર કામ શરૂ થયુ છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે લોકો પોતાની લવ લાઈફને મસાલેદાર બનાવવા કરોળીયાના ઝેરનો ઉપયોગ કરી રહ્યા છે. આ દિવસોમાં બ્રાઝિલિયન સ્પાઈડરના ઝેરની ઘણી ચર્ચા છે.

અહેવાલો અનુસાર, લોકો આ ઝેરનો ઉપયોગ પુરુષત્વ વધારવા માટે કરી રહ્યા છે. પરંતુ તે જાણતા નથી કે આ ઝેરના ફાયદા કરતાં વધુ નુકસાન છે. આ કરોળિયાના ડંખથી ખૂબ જ દુખાવો થાય છે અને શ્વાસની ઘણી તકલીફો થતા મૃત્યુનું કારણ પણ બની શકે છે.
જાણકારો અનુસાર, બ્રાઝિલિયન સ્પાઈડરને વિશ્વનો સૌથી ખતરનાક કરોળીયો માનવામાં આવે છે. જો તે કરડે તો પુરુષોને ઘણા દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘણા પુરુષો આ કરોળિયાનું ઝેર લેતા હોય છે.
આવા લોકોના કહેવા પ્રમાણે તેના પાર્ટનરને આનાથી ઘણો સંતોષ મળી રહ્યો છે. પરંતુ આ અફેરમાં ઘણા લોકો મોતના મુખ સુધી પહોંચી ગયા છે. પુરૂષો પોતાની પત્નીની સામે પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે આ જોખમ લેવા તૈયાર હોય છે.
જે લોકોએ આ કરોળિયાનું ઝેર પોતાના શરીરમાં લીધું છે તેમણે તેની અસર વિશે પણ જણાવ્યુ. તેઓ કહે છે કે તેનું ઝેર શરીરમાં પ્રવેશતાની સાથે જ તમને તીવ્ર પીડા થાય છે. તમારું બ્લડ પ્રેશર વધે છે અને શ્વાસ ઝડપી બની જાય છે. આંખોમાં ધુમ્મસ થવા લાગે છે અને ઘણી સમસ્યાઓ થાય છે.
ઘણા પુરુષોએ આ ઝેર પીધા પછી ઘણા દિવસો સુધી સહન કરવું પડ્યું, જે પહેલા સારું લાગે છે પણ પછી મૃત્યુ કરતા પણ ખરાબ થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ હવે તેના ઝેરના યોગ્ય ઉપયોગ પર કામ શરૂ કરી દીધું છે. આશા છે કે ટૂંક સમયમાં જ યોગ્ય દવાઓ બજારમાં આવશે, જેનાથી કોઈ નુકસાન નહીં થાય.












Click it and Unblock the Notifications
