
માં બાથરૂમમાં નાહતી હતી, ને દીકરીએ કરી નાખ્યું લાઇવ, લોકોએ કહ્યું...
નવી દિલ્હી : આજે દરેકના હાથમાં મોબાઈલ છે. નાના નિર્દોષ બાળકો પણ આ દિવસોમાં મોબાઇલને સારી રીતે ચલાવવાનું શીખી ગયા છે, પરંતુ બાળકો એટલા મોબાઈલ ફ્રેન્ડલી હોવાને કારણે ઘણી વખત અતિજોખમી પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના એક માતા સાથે બની, તેની નાની બાળકીએ મોબાઈલથી આવું કૃત્ય કર્યું જેનાથી તેની માતા શર્મસાર થઇ ગઇ હતી.

માતાએ શેર કરી આ ઘટના
જો કે, માતાએ ખુદ આ ઘટના તેના ઈન્સ્ટાગ્રામ પર લોકોની જાગૃતિ માટે શેર કરી છે. જે સાંભળીને તમને આશ્ચર્ય થશે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, બ્રાયના (જેઅમેરિકામાં રહે છે) તાજેતરમાં સોશિયલ મીડિયા સાઇટ ટિકટોક પર એક વીડિયો બનાવીને તેમની પુત્રી સાથે જોડાયેલી આ સ્ટોરી શેર કરી છે.

ગેમ રમવા માટે મોબાઈલ આપીને નહાવા ગઇ માતા
જો નાના બાળકો સાથે આવા કૃત્યો થાય છે, તો માતાપિતા તેમને ગુસ્સા કરતાં વધુ પ્રેમ કરે છે. બ્રાયનાએ પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે, એક દિવસ તેણે તેનીનાની છોકરીને ગેમ રમવા માટે મોબાઈલ આપ્યો અને નહાવા ચાલી ગઇ હતી. તેણે બાળકને પ્રી-સ્કૂલ સંબંધિત શીખવાની ગેમ્સમાં ચાલુ કરીને મોબાઇલ આપ્યો હતો.
છોકરી જાતે જ મોબાઈલ ચલાવી શકતી ન હતી, તેથી તેણે રમતી વખતે ઘણા બટનો દબાવ્યા અને ફોન કામ કરતો ન હતો.

કેવી રીતે સામે આવી સમગ્ર ઘટના
બ્રાયના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી, જ્યારે છોકરીએ દરવાજો ખટખટાવ્યો, ત્યારે તેણે તેને બાથરૂમની અંદર લઇ લીધી અને શું ખોટું થયું છે, તે જોવા માટે તેનોફોન લીધો હતો. જ્યારે બ્રિયાનાએ મોબાઈલની સેટિંગ્સ જોવાનું શરૂ કર્યું, ત્યારે તેનું ધ્યાન નોટિફિકેશન વિન્ડો પર ગયું, જેને જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ અને ચોંકી ગઈહતી.

બાળકીએ માતાનો સ્નાન કરતો લાઇવ વીડિયો બનાવ્યો
બ્રાયનાએ જણાવ્યું કે, મેં નોટિફિકેશન વિન્ડો પર જોયું કે, ઈન્સ્ટાગ્રામ લાઈવ બેકગ્રાઉન્ડમાં શરૂ છે અને પાછળના કેમેરાથી વીડિયો શૂટ થઈ રહ્યો છે. આ જોઈને તેનાચહેરાનો રંગ ઉડી ગયો અને તેણે ગભરાટમાં તરત જ લાઇવ વીડિયો બંધ કરી દીધો. પુત્રીની ભૂલને કારણે બ્રાયનાએ ન્હાવાનો એક લાઇવ વીડિયો શૂટ કર્યો હતો,જેનાથી તે સંપૂર્ણપણે અજાણ હતી.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
ઘણા લોકોએ બ્રિયાના ટિકટોક પર કોમેન્ટ કરી હતી, જે ટિકટોક પર સક્રિય હતા. છોકરીના કૃત્ય પર વધુ લોકો હસ્યા, જ્યારે કેટલાક માતાપિતાએ તેમની સાથે કેટલાકસમાન કિસ્સા શેર કર્યા હતા. આ ઘટના બાદ બ્રિયાનાએ સલાહ આપી કે, આપણે ચાઇલ્ડ સેટિંગને એક્ટિવ રાખવું જોઇએ. તે હવે દીકરીને ફોન આપતા પહેલા પેરેન્ટસકંટ્રોલ ઓન કરે છે. આ સેટિંગ સેટ કરીને, તે અન્ય કોઇ એપ ખોલી શકશે નહીં.
બ્રિઆનાનો અનુભવ સાંભળીને, અન્ય એક મહિલાએ કહ્યું કે, જ્યારે તે બાથટબમાં હતીઅને તેના બાળકે ભૂલથી ફેસબુક લાઈવ ચાલુ કરી દીધું હતું અને જેની જાણ તેમને પાછળથી થઇ હતી, ત્યારે તેમને શરમથી પાણી પાણી થઇ ગયા હતા.