આ દેશમાં વાંદરાઓને ફોન ચોરવાની તાલીમ અપાય છે, કારણ જાણીન તમારૂ માથુ ફરી જશે
વિચિત્રતાઓથી ભરેલી આ દુનિયામાં રોજ એવી ઘણી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આમાં સૌથી અચરજ પમાડતી ઘટના પ્રાણીઓનું માણસની જેમ કામ કરવુ છે.
તમે ઘણી વખત પ્રાણીઓને માણસો જેવી ક્રિયાઓ કરતા જોયા હશે પરંતુ કેટલીકવાર જ્યારે તમે પ્રાણીઓને માણસો જેવું વર્તન કરતા જુઓ છો ત્યારે તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં આવું જ કંઈક જોવા મળે છે. આ ક્લિપમાં વાંદરો પ્રવાસીનો ફોન છીનવી લે છે અને ખૂણામાં બેસી જાય છે અને બદલામાં તે તેના મનપસંદ ખોરાકની માંગ કરે છે. જ્યારે વાંદરાને તેનું મનપસંદ ખાવાનું મળે છે ત્યારે તે મહિલાનો ફોન તેને પરત કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે બાલીમાં વાંદરાઓને આ માટે યોગ્ય તાલીમ આપવામાં આવે છે. ટ્રેનિંગમાં તેમને મળવા આવતા લોકોના ફોન અને સનગ્લાસ છીનવી લેતા શિખવાડાય છે.
આ પછી તે મનુષ્યની પહોંચથી દૂર જઈને બેસી જાય છે. હવે સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિનો ફોન તેની પાસેથી છીનવાઈ જાય તો તે પરેશાન થઈ જાય. તે તેનો ફોન પાછો મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.
આ વીડિયો પર ઘણા લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ ચોર વાંદરાઓ કેટલા ક્યૂટ છે. તેઓ ખોરાક લે છે અને તમારો સામાન પરત કરે છે.












Click it and Unblock the Notifications
