100 પુરૂષો સાથે ડેટ કરવા માતાએ આપ્યા પૈસા, કારણ જાણી ચકરાઇ જશે મગજ

વર્તમાન સમયમાં લોકો માટે લગ્ન કરવા અને લગ્ન સંબંધ નિભાવવા ઘણા અઘરા થઇ ગયા છે. માતાપિતાના પસંદના છોકરા-છોકરી સાથે લગ્ન કરવાની વાતો હવે માત્ર ભૂતકાળ બની ગઇ છે. હવે છોકરા છોકરી પોતાની મરજીથી લગ્ન કરે છે. આ સાથે લિવઇન અને રિલેશનશીપ જેવી વાતો પણ સામાન્ય બની રહી છે.

નોંધનીય બાબત છે કે, બ્રિટનમાં આને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ તેની પુત્રીને 100 પુરુષો સાથે ડેટ કરવાની મંજૂરી આપી હતી. માતાના આ પ્રસ્તાવથી પુત્રી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

love

આ સમગ્ર ઘટના બ્રિટનમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. યુવતીની બહેને ખુલાસો કર્યો છે કે, તેણે 100 પુરુષોને ડેટ કર્યા છે. યુવતીની બહેને જણાવ્યું કે, તેણે એક વર્ષમાં 100 પુરુષોને ડેટ કર્યા છે.

આ માટે તેની માતાએ તેને 500 ડોલર આપ્યા, જે ભારતીય ચલણમાં લગભગ 41 હજાર રૂપિયા છે. આટલી રકમ આપ્યા બાદ માતાએ પુત્રીને પણ જણાવ્યું હતું કે, પૈસા ક્યારે પૂરા થશે, તે જણાવજો, પરંતુ 100 માણસો સાથે ડેટ પૂરી કરીને જ ઘરે પાછા ફરજે. યુવતીની બહેન એલિસ કેરોલીને આ ઘટસ્ફોટ સાથે ટિકટોક પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 100 પુરુષોને ડેટ કર્યા બાદ યુવતી અને તેની બહેન એલિસે તેની ઉજવણી કરી હતી. વીડિયોમાં એલિસે તે પુરુષોના નામની યાદી પણ શેર કરી છે, જેમની સાથે તેની બહેન ડેટ કરી હતી.

અત્રે નોંધનીય બાબત છે કે, એલિસની માતા ઈચ્છતી હતી કે, તેની દીકરી 100 પુરુષો સાથે ડેટ કરે. અહેવાલો અનુસાર, માતા ઈચ્છતી ન હતી કે, તેની પુત્રીને લગ્ન પછી પુરુષો વિશે કોઈ આશંકા અનુભવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X