12 પત્ની, 102 બાળકો અને 578 પૌત્ર-પૌત્રી ધરાવે છે આ વ્યક્તિ, બેરોજગાર હોવાથી હવે ઘર ચલાવવાના ફાંફા
વિશ્વના ઘણા દેશો નીચા પ્રજનન દરની ચિંતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તે જ સમયે આફ્રિકન દેશ નાઈજીરિયાના એક
વ્યક્તિએ 102 બાળકોને જન્મ આપ્યો છે. બાળકોની સંખ્યા એટલી વધુ છે કે તે તેમના નામ પણ ભૂલી જાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે તેમણે એક રજીસ્ટર બનાવ્યું જેમાં તમામ બાળકોના નામ લખવામાં આવ્યા હતા.
આ કિસ્સો કુટુંબ નિયોજન નીતિઓના અભાવ અને વસ્તી વૃદ્ધિના અદ્ભુત ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે. આ વ્યક્તિના આખા પરિવાર વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.
પરિવારનું ભરણપોષણ કરવુ મુશ્કેલ
યુગાન્ડાના મુકિઝા ગામના 70 વર્ષીય મુસા કસેરાને 578 પૌત્રો છે. આ જાણકારી ખુદ મુસાએ મીડિયાને આપી હતી. 12 પત્નીઓ અને 102 બાળકોના દાદા બનેલા મુસાને હવે પોતાના બાળકો અને પરિવારનું ભરણપોષણ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂખમરાના સંજોગોમાં આટલા મોટા પરિવારનો ખર્ચ ઉઠાવવો તેમના માટે પડકાર બની ગયો છે. તેમનું અનોખું જીવન સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

માત્ર 17 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન
મુસા કસેરાએ 1972માં 17 વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તે સતત 12 મહિલાઓના પતિ બન્યા હતા. દરેક લગ્નમાંથી તેને સરેરાશ આઠ કે નવ બાળકો હતા. જેમ જેમ બાળકોની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ મુસા તેમના ઉછેરની ચિંતા કરવા લાગ્યો, તેથી તેણે કુટુંબ નિયોજન માટે તેની પત્નીઓને જન્મ નિયંત્રણની ગોળીઓ આપવાનું શરૂ કર્યું. હવે આ વ્યક્તિ માટે તેના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
પરિવાર બન્યો આકર્ષણનું કેન્દ્ર
મુસા હાશ્યા હાલમાં બેરોજગાર છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેઓ કહે છે કે હવે તેમની પત્નીઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે જેથી પરિવાર વધુ વિસ્તરે નહીં.
હું મારા બેજવાબદાર વર્તન પરથી પાઠ ભણ્યો
મુસાએ કહ્યું, "હવે હું વધુ બાળકો પેદા કરવા માંગતો નથી, કારણ કે મેં મારા બેજવાબદાર વર્તનથી એક પાઠ શીખ્યો છે. હવે આટલા બધા બાળકોની સંભાળ રાખવી મારા માટે મુશ્કેલ બની ગયું છે."
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
