સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, ‘વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો

હેર ડાયના કારણે પેરિસમાં રહેતી 19 વર્ષની યુવતી સાથે જે બન્યુ તે જોયા બાદ તમારા રૂવાંડા ઉભા થઈ જશે.

લોકો સુંદર દેખાવા માટે બિન્દાસપણે હેર કલર અને હેર ડાયનો ઉપયોગ કરે છે. હેર ડાયનો ઉપયોગ હવે સામાન્ય વાત બની ગઈ છે પરંતુ આ હેર ડાયના કારણે પેરિસમાં રહેતી 19 વર્ષની યુવતી સાથે જે બન્યુ તે જોયા બાદ તમારા રૂવાંડા ઉભા થઈ જશે. હેર ડાયના કારણે તેની હાલત એવી થઈ જેને જોઈને તમે હવે પછી હેર ડાય લગાવતા પહેલા સો વાર વિચારશો.

હેર ડાયની સાઈડ ઈફેક્ટ

હેર ડાયની સાઈડ ઈફેક્ટ

પેરિસમાં રહેતી 19 વર્ષની એસ્ટિલે લોકલ સુપર માર્કેટમાંથી વાળમાં લગાવવા માટે હેર ડાય ખરીદી. એસ્ટિલે પોતાના વાળ પર થોડો હેર ડાય લગાવીને ટેસ્ટ કર્યુ પરંતુ ડાય લગાવ્યા બાદ તેની હાલત ખરાબ થવા લાગી. તેના વાળમાં બળતરા થવા લાગી. તેના માથા અને ચહેરા પર સોજો આવવા લાગ્યો. થોડી વારમાં જ તેનો ચહેરો સોજાઈને અજબ થઈ ગયો.

વિજળીના બલ્બ જેવો થઈ ગયો ચહેરો

વિજળીના બલ્બ જેવો થઈ ગયો ચહેરો

હેર ડાય લગાવ્યા બાદ એસ્ટિલને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેના માથામાં બળતરા અને ખંજવાળ આવવા લાગી. તેના માથાની સાઈઝ બમણી થઈ ગઈ. માથુ જ નહિ પરંતુ એસ્ટિલની જીભમાં પણ સોજો આવવા લાગ્યો અને તે પણ પોતાના આકારથી બમણો થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. જ્યે ડૉક્ટરોએ જણાવ્યુ કે PPD (Paraphenylenediamin) ના કારણે આ રિએક્શન થયુ છે. આ કેમિકલ સામાન્ય રીતે બ્યુટી પ્રોડક્ટ્સમાં જોવા મળે છે. ડૉક્ટરોએ તેને આખી રાત દેખરેખ હેઠળ રાખી ત્યારબાદ તેના ચહેરા પરથી સોજો ઓછો થવા લાગ્યો. ડૉક્ટરોએ એસ્ટિલને એડ્રેનેલિનનું ઈન્જેક્શ લગાવ્યુ અને થોડા સમય પછી તેનો ચહેરો પહેલા જેવો થઈ ગયો.

મરતા મરતા બચ્યો જીવ

મરતા મરતા બચ્યો જીવ

એસ્ટિલે જણાવ્યુ કે તેણે હેર ડાયના પેચ ટેસ્ટમાં આપેલા નિર્દેશો ફોલો નહોતા કર્યા. પેસ ટેસ્ટમાં લખ્યુ હતુ કે ડાય લગાવ્યાના 48 કલાક બાદ ચેક કરો કે તમને કોઈ રિએક્શન તો નથી થઈ રહ્યુ પરંતુ એસ્ટિલે માત્ર 30 મિનિટના ટેસ્ટ બાદ જ ડાઈને વાળમાં લગાવી દીધી. એસ્ટિલે કહ્યુ કે હેર ડાયના કારણે તેની હાલત મરવા જેવી થઈ ગઈ. તે મરતા મરતા બચી. તે નથી ઈચ્છતી કે કોઈની સાથે આવુ થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X