Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કડવા ચોથ પર પતિએ પત્નીના તેના પ્રેમી સાથે કરાવી દીધા લગ્ન, કહ્યુ - જા, સાત જન્મનુ વચન પાછુ લઈ લીધુ

આ કડવા ચોથ પર એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ કડવા ચોથ પર પોતાની પત્નના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા.

દેશભરમાં આ વર્ષે કડવા ચોથની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. કડવા ચોથ પર પત્ની તેના પતિના લાંબા આયુષ્ય નિર્જળા વ્રત રાખે છે અને પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરે છે. દરેક પરિણીત સ્ત્રી પ્રાર્થના કરે છે કે તેનો પતિ જીવનભર તેનો સાથ આપે. પત્નીઓ તેમના પતિ પાસેથી તેમની પસંદગીની ભેટ માંગે છે. પરંતુ આ કડવા ચોથ પર એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ કડવા ચોથ પર પોતાની પત્નના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા.

પત્નીને તેના પ્રેમી સાથે જવા દીધી

પત્નીને તેના પ્રેમી સાથે જવા દીધી

આ ચોંકાવનારો વિચિત્ર કિસ્સો બિહારના ભાગલપુરનો છે. જ્યાં એક પતિએ પત્નીની ખુશી માટે ફિલ્મી સ્ટાઈલમાં પત્નીને તેના પ્રેમી સાથે જવા દીધી હતી. એટલી હદે કે પતિએ પત્નીને પ્રેમી સાથે છોડતી વખતે લગ્નમાં સાત જીંદગી સાથે રહેવાનુ વચન પણ પાછુ લઈ લીધુ. બિહારના ભાગલપુરના સુલતાનગંજ વિસ્તારના ગગનિયા ગામની આ ઘટના સાંભળીને બધા ચોંકી ગયા છે.

ગામ લોકો થઈ ગયા આશ્ચર્યચક્તિ

ગામ લોકો થઈ ગયા આશ્ચર્યચક્તિ

પત્નીને પ્રેમી સાથે વિદાય આપવાનું આ આખુ કામ કાયદેસરની કાર્યવાહી સાથે કરવામાં આવ્યુ. જ્યારે પતિએ ગામની કોર્ટમાં આ ચોંકાવનારો નિર્ણય સંભળાવ્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રવણે તેની પત્ની પૂજાના લગ્ન તેના પ્રેમી સાથે કાયદેસરની પ્રક્રિયા સાથે કડવા ચોથના દિવસે ગ્રામ્ય કોર્ટમાં સમસ્ત ગ્રામજનોની સામે કરાવ્યા હતા.

2012માં થયા હતા બાળકો

2012માં થયા હતા બાળકો

શ્રવણ કુમાર અને પૂજાના લગ્ન 2012માં થયા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી પૂજાએ સાસરિયાંના પાડોશી છોટુને પોતાનુ દિલ દઈ દીધુ. ગામ લોકોએ બંનેને એકસાથે જોઈને વાંધો ઉઠાવ્યો પણ શ્રવણે તેમની વાત પર ધ્યાન ન આપ્યુ અને પત્ની પૂજાને ખૂબ જ પ્રેમથી સમજાવ્યુ પણ તેણે સાંભળ્યુ નહિ. છોટુ તેના મામા ગગનીયા પાસે રહીને અભ્યાસ કરતો હતો. શ્રવણ અને પૂજાને ચાર બાળકો પણ છે.

 પ્રેમી સાથે જીવન વિતાવવાની મંજૂરી આપી

પ્રેમી સાથે જીવન વિતાવવાની મંજૂરી આપી

એક અઠવાડિયા પહેલા પૂજા તેના બૉયફ્રેન્ડ છોટુ સાથે ભાગી ગઈ હતી. શ્રવણે એફઆઈઆર નોંધાવી અને પછી કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ. જ્યાં પૂજાએ તેના છેલ્લા શ્વાસ સુધી તેના પ્રેમી છોટુ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ શ્રવણે પૂજાને તેના પ્રેમી સાથે જીવન વિતાવવાની મંજૂરી આપી હતી અને કોર્ટમાં જ માળા પહેરાવીને લગ્ન કરાવી લીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X