માનવ નિર્મિત સેટેલાઈટ પૃથ્વીના વિનાશનું કારણ બનશે, જાણો કેમ?

આજે દુનિયાના દેશો પોતાને તાકાતવર સાબિત કરવા માટે સ્પેસ રેસ લગાવી રહ્યા છે. ભારત સહિતના દેશો આજે મંગળ સહિતના દેશો પર સેટેલાઈટ મોકલીને પોતાની હાજરી નોંધાવી રહ્યા ત્યારે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે સેટેલાઈટના કારણે એક દિવસ પૃથ્વીનો વિનાશ થશે.

વૈજ્ઞાનિકોનું માનીએ તો માણસ દ્વારા અવકાશમાં તરતા મુકાયેલા સેટેલાઈટ મૃત્યુની જેમ મંડરાઈ રહ્યા છે. કોઈપણ દેશની એક ભૂલથી આ સેટેલાઈટ આગના ગોળામાં ફેરવાઈ જશે અને આખી પૃથ્વી પર આગ બનીને પડશે.

સૌથી પહેલા આ સવાલ વૈજ્ઞાનિકો સામે નવેમ્બર 2021માં આવ્યો. આ સમયે રશિયાએ તેના એક સૈન્ય સેટેલાઈટને નષ્ટ કરવા એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનો ઉપયોગ કર્યો અને તોડી પાડ્યો. સેટેલાઇટ સાથે અથડાતા જ સેટેલાઇટમાં વિસ્ફોટ થયો અને તેના ઘણા ટુકડા અવકાશમાં વિખરાઈ ગયા.

તે ખતરનાક હતું અને તેનાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પણ ઘણું નુકસાન થઈ શકે તેમ હતું. રશિયાના આ પગલાએ વૈજ્ઞાનિકોને ચેતવ્યા છે કે જો ભવિષ્યમાં ક્યારેય અવકાશ યુદ્ધ શરૂ થાય છે તો આ ઉપગ્રહો કેવી રીતે મનુષ્યો માટે મોતની સામગ્રી બની શકે છે.

sattalite

અહેવાલો અનુસાર, રશિયાએ તેના આ સેટેલાઈટને મિસાઈલથી બ્લાસ્ટ કર્યો ત્યારે 300 કિમીની ત્રિજ્યામાં લગભગ 1500 ટુકડામાં તેનો કાટમાળ વિખરાયો હતો.

નાસાના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટથી અવકાશમાં લાખો નાના કણો વિખેરાયા છે અને લાંબા સમય સુધી તરતા રહેશે. યુએસ સ્પેસ કમાન્ડના કમાન્ડર આર્મી જનરલ જેમ્સ અનુસાર, આ પ્રકારનું કૃત્ય અત્યંત બાલિશ છે. આ સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મૂકી શકે છે.

જણાવી દઈએ કે, જો આ સેટેલાઇટના ટુકડા અન્ય સેટેલાઇટ સાથે અથડાયા હોત તો મોટું નુકસાન થઈ શકે તેમ હતું. આનાથી માત્ર સેટેલાઇટ જ નહીં પરંતુ સમગ્ર માનવ સભ્યતા પ્રભાવિત થઈ શકે. આજે વિશ્વની મોટાભાગની વસ્તુઓ ખાસ કરીને સંદેશાવ્યવહારની વસ્તુઓ ઉપગ્રહ દ્વારા સંચાલિત છે અને આમ થાય તો તેને મોટી અસર થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X