Palm Jumeirah Penthouse: 71 માળની બિલ્ડિંગમાં 1134 કરોડમાં વેચાયું પેન્ટહાઉસ
Palm Jumeirah Penthouse: દુબઇનો ઉલ્લેખ આવે એટલે તમારા માનસ પટલ પર ગગનચૂંબી ઇમારોતો સામે તરવા લાગે છે. દરેક વ્યક્તિનું સપનું દુબઇ જવાનું હોય છે.
દુનિયાના સૌથી પ્લાન્ડ સિટી શહેરોમાંથી એક છે. આ વચ્ચે પામ જુમેરાહ આઇલેન્ડ પર બનેલા એક પેન્ટ હાઉસની વાત કરવામાં આવે તો તે 1134 કરોડમાં પહેલાથી જ વેચાઇ ગયો છે.

પેન્ટહાઉસની કિંમત 1134 કરોડ - પામ જુમેરાહ આઇલેન્ડ પર લગભગ 2200 સ્ક્વેર ફૂટનું પેન્ટહાઉસ બનાવવામાં આવી રહ્યું છે. નોંધનીય બાબત છે કે, પેન્ટહાઉસ બનાવતા પહેલા ખરીદદારો વચ્ચે સ્પર્ધા હતી. ખરીદદારોને કારણે પેન્ટહાઉસના ભાવમાં પણ વધારો થયો હતો. એક વ્યક્તિએ તેને 1134 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોંઘો સોદો છે.
ટાપુઓ બનાવવામાં ભારતીય પથ્થરોનો ઉપયોગ - પામ જુમેરાહ પર બનેલા આ એપાર્ટમેન્ટમાં 2 BHK થી 5 BHK સુધીના ફ્લેટ છે, તેની ગણતરી દુબઈના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સમાં થાય છે. પામ જુમેરાહ પાણી પર તરતું શહેર છે. ઉલ્લેખનીય છે કે, આ ટાપુ બનાવવા માટે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
71મા માળે છે પેન્ટહાઉસ - એપાર્ટમેન્ટના 71મા માળે પાંચ બેડરૂમનું પેન્ટહાઉસ બનાવવામાં આવી રહ્યું છે. નોંધનીય બાબત છે કે, જુમેરાહ દ્વીપને કૃત્રિમ રીતે વિકસાવવામાં આવ્યો છે. આ ટાપુ વિલા, લક્ઝુરિયસ હોટલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતું છે.
લાખોથી કરોડોમાં છે ફ્લેટની કિંમત - તમારા મનમાં સવાલો ઉઠી રહ્યા હશે કે, પામ જુમેરાહમાં બનવાના ફ્લેટની કિંમત શું હશે. અહીં તમે સાદાથી લક્ઝરી ફ્લેટ ખરીદી શકો છો. સામાન્ય ફ્લેટની કિંમત 56 લાખ રૂપિયા છે અને 6 બેડરૂમના ફ્લેટની કિંમત 40 કરોડ રૂપિયા સુધી છે.
આ કારણે ખાસ છે પામ જુમેરાહ - પામ જુમેરાહ પર ઘણા ભારતીય ઉદ્યોગપતિઓની મિલકતો છે, આ ટાપુને પામ વૃક્ષના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનું બાંધકામ લગભગ 21 વર્ષ પહેલા શરૂ થયું હતું. લોકો અહીં લગભગ 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007થી રહેવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
