બાળક પર નજર રાખવા માતા-પિતાએ લગાવ્યો કેમેરો, જે દેખાયું તે જોઈને ચોંકી ઉઠ્યા
બાળક પર નજર રાખવા માતા-પિતાએ લગાવ્યો કેમેરો, જે દેખાયું તે જોઈને ચોંકી ઉઠ્યા
કોઈ પણ માતા-પિતા માટે પોતાના નાના બાળકોનું ધ્યાન રાખવું એ મુશ્કેલ કામ હોય છે. બાળકના જન્મ બાદ માતા પિતાની જવાબદારી ઘણી વધી જાય છે. આ જ કારણે એક માતા-પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખવા માટે બેબી મોનિટરિંગ કેમેરા ખરીદ્યો, પરંતુ બાદમાં તેમણે પસ્તાવું પણ પડ્યું. કારણ કે કેમેરાના પૂટેજમાં તેમને જે દેખાયું તે ચોંકાવનારું છે. બેબી મિટરીંગ કેમેરા તેમણે પોતાના બાળકના રૂમમાં લગાવ્યો. ત્યારે જ એક રાત્રે તેમાં બાળકની તસવીરો કેદ થઈ ગઈ.

વાઈરલ થઈ રહ્યો છે ફોટો
જે દેખાયું તેની માતા-પિતાએ કલ્પના પણ નહોતી કરી. તેમણે પોતાના બેબી મોનિટરિંગ કેમેરા ખરીદવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. બાળકની રાત્રે કેદ થયેલી તસવીર હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
|
ટ્વિટર હેન્ડલ પર જણાવ્યો અનુભવ
આ ઘટનાને તેમણે @passion pop socialist નામના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો છે. ત્યારથી આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે. તસવીર સાથે બાળકના માતા પિતાએ લખ્યું છે,'અમે એક નવો બેબી મોનિટર કેમેરા ખરીદ્યો, પરંતુ હવે લાગે છે તે ભૂલ હતી.' આ ટ્વિટને 407.8 વખત લાઈક કરાયો છે. તો 83.3 વખત રિટ્વિટ પણ કરવામાં આવ્યો છે.
|
અન્ય લોકો પણ પોતાના બાળકોના ફોટોઝ શેર કરી રહ્યા છે
આ તસવીરમાં દેખાય છે કે બાળકની આંખો કેવી ચમકી રહી છે. લોકોનું કહેવું છે કે આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ જેવું છે. આ ટ્વિટ જોયા બાદ અન્ય મા બાપ પણ પોતાના બાળકોના આવા ફોટા જોઈ રહ્યા છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે બાળકની તસવીર સાથે છેડછાડ કરાઈ છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પર ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
