Video: આ બાળ વિવાહે ખોલી કરોડો લોકોની આંખ...
સમાચાર વાંચીને આપણે બધાને આ ઘરડા વ્યક્તિ પર ગુસ્સો આવતો હશે અને ગુસ્સો આવવો સ્વાભાવિક પણ છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ઉમરલાયક વ્યક્તિ 12 વર્ષની છોકરી સાથે લગ્નની વાત કરીને બાળ વિવાહ જેવા ગંભીર વિષય પર વિચારવા માટે મજબુર કરે છે.

ખરેખરમાં આ એક પ્રેંક વીડિયો છે જેમાં એક ઉમરલાયક વ્યક્તિ 12 વર્ષની છોકરી સાથે લગ્નના કપડામાં રોડ પર તસ્વીરો ખેચાવે છે. જેને જોઈને ત્યાંથી પસાર થતા લોકો તેની મજાક ઉડાવે છે તો કેટલાક લોકો તેની સાથે ઝગડો પણ કરે છે.
આ વીડિયો ધ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ પુરુષને એવો હક નથી કે તે કોઈ નાની છોકરીનું જીવન આ રીતે બરબાદ કરે. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં બાળલગ્નને અપરાધ માનવામાં આવે છે તો પણ ઘણા ઉમરલાયક વ્યક્તિ નાની નાની છોકરીઓ સાથે લગ્ન કરે છે અને તેમની ઝિંદગી બરબાદ કરે છે.












Click it and Unblock the Notifications
