તુર્કીમાં મળી આવ્યા 5000 વર્ષ જૂના અંડરગ્રાઉન્ડ શહેરો, જેને જોઇને તમે છક થઇ જશો !

હાલમાં જ પુરાત્વ વિભાગે તુર્કીમાં લગભગ 5000 વર્ષ જૂના ભૂમિગત શહેરો શોધી નીકાળ્યા છે. આ શહેરો સ્થાપ્તયની દ્રષ્ટ્રિએ એટલા બેનમૂન અને અનોખા છે કે વૈજ્ઞાનિકો અને સ્થાપત્યકળા સાથે જોડાયેલા લોકો તે સ્વીકારી જ નથી શકતા કે આજથી 5000 વર્ષ પૂર્વે તૂર્કી લોકો જોડે આવી બેનમૂન કળા હતા કે તે આવા અંડરગ્રાઉન્ડ શહેરોને આટલા મોટો અને સુવ્યવસ્થિત પાયે બનાવી શકે!

તૂર્કીના નેવસેહિર પ્રાંતના કપ્પાડોશિયામાં કેટલાક જૂના ઘર તોડતી વખતે શ્રમિકાને કેટલીક સુરંગો જેવી વસ્તુઓ જમીનની નીચેથી મળી આવી. જે બાદ ત્યાં ખોદકામ કરતા એક નહીં પણ કુલ ચાર ચાર ભૂમિગત શહેરો પુરાતત્વ વિભાગને મળી આવ્યા. જો કે હાલ તો આ શહેરો એક ખંડર બની ગયા છે પણ તેમ છતાં તે આજે પણ સંપૂર્ણપણે કાર્યકર્ત છે.

એટલું જ નહીં આ શહેરો એકબીજાથી જોડાયેલા છે. વળી તેની અંદર હવા, પાણી અને પ્રકાશની એટલી સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે જોનારા તમામ અચંભિત થઇ જાય. ત્યારે આ પુરાતત્વ વિભાગની અદ્ધભૂત શોધ અને તેની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રવેશ દ્વાર

પ્રવેશ દ્વાર

આ છે ઓજકોનાક અંડરગ્રાઉન્ડ સિટીનો પ્રવેશ દ્વાર. તુર્કિના ઉત્તરી-પૂર્વી એરિયામાં આ ભૂમિગત શહેર આવેલું છે.

શોધ

શોધ

ઓજકોનાક અંડરગ્રાઉન્ડ શહેરની શોધ વર્ષ 1972માં એક ખેડૂતે કરી હતી. આ તેનો પ્રવેશ પથ્થર છે. જે બાદ અત્યાર સુધીમાં આવા ચાર શહેરો મળી આવ્યા છે.

સુંરગ

સુંરગ

તેના પ્રવેશદ્વાર બાદ લાંબી સુંરગોથી પસાર થવું પડે છે.

દુશ્મનોથી બચવા માટે

દુશ્મનોથી બચવા માટે

માનવામાં આવી રહ્યું છે કે આ સુંરગોનો ઉપયોગ દુશ્મનોથી બચાવા માટે કરવામાં આવતો હતો.

લોખંડી ગેટ

લોખંડી ગેટ

આ ભૂમિગત શહેરની શોધ થયા બાદ તેના પ્રવેશ પર લોખંડનો ગેટ લગાવવામાં આવ્યો છે.

ડેરિન્ક્યૂનો રસ્તો

ડેરિન્ક્યૂનો રસ્તો

ડેરિન્ક્યૂ અંડરગ્રાઉન્ડ સીટી એક અન્ય શહેર છે જેમાં જવા માટે અંદર આવા અનેક નાના નાના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

20,000 લોક રહેતા હતા અહીં

20,000 લોક રહેતા હતા અહીં

કહેવાય છે કે આ શહેરમાં એક સમયે 20,000 લોકો રહેતા હતા.

8મી કે 7મી ઇસાપૂર્વ

8મી કે 7મી ઇસાપૂર્વ

પુરાતત્વ વિજ્ઞાનીઓ માની રહ્યા છે કે આ શહેરો 8મી કે 7મી ઇસાપૂર્વમાં બનાવવામાં આવ્યા છે.

સુરંગ

સુરંગ

અહીં અનેક લાંબી સુરંગો છે. જેમાંથી કેટલીક સુરંગ માલ સામાન માટે છે. તો કેટલીક પાણી માટે અને કેટલીક પાણીના નીકાલ માટે. વળી કેટલીક તેવી પણ સુરંગ છે જેમાં તમારા ધસડાતા ધસડાતા જવું પડે.

રક્ષણ

રક્ષણ

માનવામાં આવી રહ્યું મુગલોના આક્રમણ બચવા માટે અહીંના લોકોએ આ શહેરો બનાવ્યા છે. જેથી કરીને તે અહીં છુપાઇને રહી શકે.

એક શહેરથી બીજા શહેર વચ્ચે જોડાણ

એક શહેરથી બીજા શહેર વચ્ચે જોડાણ

વળી આ શહેરો એકબીજાથી જોડાયેલા પણ છે.

પથ્થરના દરવાજા

પથ્થરના દરવાજા

અનેક સુંરગોમાં વચ્ચે વચ્ચે આવા તોતિંગ ગોળકાર પથ્થરો મૂકવામાં આવ્યા છે. જેથી કરીને દુશ્મનોને આવતા રોકી શકાય. વળી અનેક દિવારો પર શુદ્ધ નક્કાશી પણ કરવામાં આવી છે.

મધ્યયુગ

મધ્યયુગ

મધ્યયુગમાં બનેલા આ શહેરોમાં તેની અંદર રહેતા લોકોની જરૂરીયાતો અને સુખ સગવડોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

વર્ષ 1964

વર્ષ 1964

ત્યારે વર્ષ 1964માં તેને પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

સુંદરતા

સુંદરતા

આ તસવીરો આ શહેરની ખૂબસુરતી બતાવે છે. વળી જમીનની અંદર હોવાના કારણે આ શહેરો કુદરતી રીતે અહીં રહેતા લોકોને ઠંડક પ્રદાન કરે છે.

પ્રકાશની વ્યવસ્થા

પ્રકાશની વ્યવસ્થા

વળી આ સુરંગોને તે ખૂબસૂરતીથી બનાવવામાં આવી છે જમીનની નીચે હોવા જતાં ત્યાં હવા ઉજાસની પૂરતી વ્યવસ્થા છે.

રસ્તાઓ

રસ્તાઓ

નોંધનીય છે કે આ તમામ વસ્તુઓ માનવ નિર્મિત છે અને ખૂબ જ સામાન્ય અને પ્રાચીન સ્થાપત્યના ઓજારોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. વળી તેમાં વિશાળકાળ રસ્તાઓ પણ છે.

ખુલ્લી જગ્યા

ખુલ્લી જગ્યા

જમીનની અંદર વહેતા પાણીની ઝરણાંનો આ સુરંગોમાં સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેનાલ બનાવીને અનેક સુંરગોમાં ઝરણાના પાણીને વપરાશ માટે મોકલવામાં આવતું હતું.

ખુલ્લા ભાગ

ખુલ્લા ભાગ

આ સુરંગોમાં કેટલાક ભાગ તેવી રીતે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી પ્રકાશ અને હવા ઉજાસ આવી શકે. ત્યારે હાલમાં તો આ સ્થળ એક પર્યટક સ્થળ તરીકે વિકસી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X