હવે જીયોમાં પાણીપુરીની ઓફર નીકળી છે! ચોખવટ માટે વાંચો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતીઓ કંઇક અલગ રીતે વેપાર કરવાની અનોખી કળા હોય છે. અને આવું જ કંઇક જોવા મળ્યું છે પોરબંદરમાં. પોરબંદરમાં એક પાણીપુરીવાળાએ તેની લારીનું નામ જીયો રાખ્યું છે. રિલાયન્સ જીયોના ભારેભારે વેચાણ અને પ્રસિદ્ધીના કારણે આ પાણીપુરીના ઠેલા વાળાએ આ અનોખું નામ પસંદ કર્યું છે. અને સાથે જ જીયોની જેમ તેણે પણ પાણીપુરી પર અનોખી ઓફર પણ નીકાળી છે. ત્યારે હાલ તો જીયો નામની આ પાણીપુરી પોરબંદરમાં ધૂમ મચાવે છે.

jio panipuri

આ પાણીપુરી વાળો 20 રૂપિયાની પાંચ પ્લેટ સાથે 1 પ્લેટ પાણીપુરી ફ્રી સમેત 100 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી જેવી અનોખી ઓફર પણ નીકાળવામાં આવી છે. આમ મુકેશ અંબાણીના રિલાયન્સ જીયોની જેમ જ આ પાણીપુરીવાળાએ પણ પાણીપુરી પર અનોખી મફત સ્ક્રીમ નીકાળી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતમાં અનેક તેવી લારી ગલ્લાના નામ જોવા મળ્યા છે જે પ્રોપ્યુલર કંપની કે વસ્તુના નામ સાથે જોડાયેલા હોય.

jio
English summary
Porbandar: A Panipuri vendor gives his shop name "Jio" and also have unique free scheme. Read more over here.
Please Wait while comments are loading...