For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની ખાણ વચ્ચે લાલ રંગની નદી જોઈ લોકો સમજી બેઠા લોહીની નદી, પણ સચ્ચાઈ કંઈક અલગ જ!

સોનાની ખાણ વચ્ચે લાલ રંગની નદી જોઈ લોકો સમજી બેઠા લોહીની નદી, પણ સચ્ચાઈ કંઈક અલગ જ!

|
Google Oneindia Gujarati News

આપણી આ પૃથ્વીમાં કરોડો રહસ્ય છૂપાયેલાં છે. તમે કોઈપણ દેશમાં જાઓ તમને કેટલીય રહસ્યમય વસ્તુઓ જોવા મળશે. સોશિયલ મીડિયાના આ સમયમાં એક અનોખી તસવીર તેજીથી વાયરલ થઈ રહી છે જે જોઈ તમે પણ ચકિત થઈ જશો. અમેરિકાથી દંગ કરી દેતો મામલો સામે આવ્યો છે, જ્યાં કેટલાય લોકોએ 'લોહીની નદી'ના એરિયલ શૉટની તસવીરો શેર કરી છે, પરંતુ બાદમાં તેની સચ્ચાઇ કંઈક અલગ જ નીકળી. (પહેલી તસવીર સિવાયની તમામ તસવીરો સાંકેતિક છે.

જંગલ વચ્ચે હતી નદી

જંગલ વચ્ચે હતી નદી

મીડિયા રિપોર્ટ્સ મુજબ રેડિટ પર લોકોએ અમેરિકાના સાઉથ ડકોટામાં એક લોહીની નદી શોધી કાઢી. સાથે જ ગૂગલ મેપ્સના કેટલાય સ્ક્રીનશૉટ પણ જુઓ, જેમાં લાલ રંગની નદી જોવા મળી રહી હતી. સ્ક્રીનશૉટ સાથે બ્લેકકેક નામના શખ્સે લખ્યું કે સાઉથ ડકોટામાં મને લોહીની નદી હોવાનું માલૂમ પડ્યું છે. જે જંગલ સ્ટેટની પશ્ચિમમાં આવેલ છે.

સોનાનો ભંડાર પણ છે

સોનાનો ભંડાર પણ છે

બ્લૈકકેક મુજબ આ જગ્યા પર્યટકોથી ભરચક રહે છે. આ વિસ્તારમાં સોનાના ભંડારા હોવાનો દાવો પણ કરવામાં આવે છે. શખ્સના દાવા બાદ તમામ લોકો લાલ રંગની નદી જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. કેટલાક સ્થાનિક લોકોએ પણ પુષ્ટિ કરી કે તે વિસ્તારમાં નદી આવેલી છે અને તેનો રંગ લાલ છે. જો કે પછી સચ્ચાઈ કંઈક અલગ જ નીકળી.

આ છે સચ્ચાઈ

આ છે સચ્ચાઈ

એક શખ્સે સ્ક્રીનશૉટની સચ્ચાઈ જણાવતા લખ્યું કે સાઉથ ડકોટામાં એક નદી છે, જેનું પાણી લાલ થઈ ગયું છે, પરંતુ આ કોઈ લોહીની નદી નથી. ત્યાં આસપાસ ઘણી ફેક્ટરીઓ છે. તેમાંથી ખતરનાક કેમિકલ નીકળી રહ્યાં છે, જે જઈને આ નદીમાં ભળે છે. આ કારણે તેનો રંગ લાલ થઈ ગયો છે. જ્યારે પણ દૂરથી કોઈ તેને જોય છે તો તે એકદમ લોહીની નદી હોવાનો જ આભાસ થાય છે. આ કારણે જ લોકોની ગેરસમજણ થઈ.

માઈનિંગ માટે મશહૂર

માઈનિંગ માટે મશહૂર

જે વિસ્તારમાં આ નદી જોવા મળી છે, ત્યાં સોનું, બાલૂ, પથ્થર વગેરેના ભંડારા આવેલા છેજે કારણે ત્યાં માઈનિંગ થતી રહે છે. અગાઉ આ વિસ્તાર સોનાની ખાણ માટે ફેમસ હતો પરંતુ સ્થાનિક મીડિયા મુજબ 2001માં આ ખાણો બંધ કરી દેવામાં આવી.

English summary
reality of red river in south dakota of America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X