ભારતમાં અહીં થાય છે રોયલ એનફિલ્ડની પુજા, જાણો ક્યાં આવેલુ છે આ વિચિત્ર મંદિર?
ભારતમાં તમે સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચનના મંદિરો હોવાના સમાચારો સાંભળ્યા હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં માત્ર લોકોની જ નહીં વાહનોની પણ પુજા થાય છે. ભારતમાં એક જગ્યાએ બાઈકની પુજા થાય છે.
રાજસ્થાનના પાલીમાં એક ગામમાં આ મંદિર આવેલુ છે અને Royal Enfield Bullet 350ની પૂજા કરવામાં આવે છે. અહીં કોઈ દેવી-દેવતા નહીં પરંતુ બાઈકની પુજા થાય છે. આ મંદિરમાં રોયલ એનફિલ્ડની પૂજા કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

રાજસ્થાનના આ ખાસ મંદિરનું નામ ઓમ બન્ના ધામ છે. લોકો આ મંદિરને બુલેટ બાબા મંદિર તરીકે ઓળખે છે. 30 વર્ષ પહેલા આ પાલી ગામમાં ઠાકુર જોગ સિંહ રાઠોડના પુત્ર ઓમ સિંહ રાઠોડનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ તેમની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું. ઓમ બન્ના ધામ અથવા બુલેટ બાબા મંદિર રાજસ્થાનના પાલી જિલ્લા નજીક ચોટીલા ગામમાં આવેલું છે.
સ્થાનિકો અનુસાર, રોડ અકસ્માતમાં ઓમ સિંહ રાઠોડના મોત બાદ પોલીસે તેની બુલેટ અને ડેડ બોડીને પોતાની કસ્ટડીમાં લીધી. જો કે બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી બન્ને વસ્તુ બુલેટ ગાયબ થઈ ગઈ. જે બાદ પાલી પોલીસે બાઇકની શોધખોળ શરૂ તો બાઈક ફરીથી અકસ્માત વાળી જગ્યાએથી મળી આવી. આ પછી બાઇકને ફરીથી પોલીસ સ્ટેશન લવાઈ.
બીજા દિવસે ફરીથી આવુ જ થયુ. આ રોજીંદી ઘટના બની ગઈ. પોલીસે વિચાર્યું કે આ કોઈની હરકત છે તો પોલીસે બાઇક પર નજર રાખવાનું શરૂ કર્યું. આ પછી પોલીસે જે જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું. એવું કહેવાય છે કે પોલીસે જોયું કે રાત્રે બુટલે પોતાની મેળે જ શરૂ થઈ અને અકસ્માત સ્થળે જતી રહી. આ ઘટના બાદ પોલીસે ઓમ સિંહ રાઠોડના પરિવારને બાઈક પરત કરી દીધી અને તેમના નામે મંદિર બનાવવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
