• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાનો એક દેશ જ્યાં પુરુષ અને મહિલાઓ માટે છે એક જ પોષાક, જાણો વધુ રસપ્રદ વાતો

|

નવી દિલ્લીઃ દુનિયામાં એવા ઘણા દેશ છે જે પોતાની વિચિત્ર રીત રિવાજ અને ટ્રેડિશન માટે જાણીતા છે. આજે અમે તમને એક એવા જ દેશ વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં મહિલાઓ અને પુરુષોનો પોષાક એક જેવો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં દરેક જણ એક જ કપડા પહેરે છે. અમુક દેશ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે જ્યારે અન્ય દુનિયા માટે પોતાની સંસ્કૃતિ અને જીવનશૈલી માટે જાણીતા છે અને અમે જે દેશનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પોતાના પોષાક માટે બાકીના દેશોથી અલગ છે.

મેડાગાસ્કરમાં એક જેવો પોષાક

મેડાગાસ્કરમાં એક જેવો પોષાક

આફ્રિકાની પૂર્વમાં વસેલ દેશ મેડાગાસ્કર વિશે તો તમે ક્યારેકને ક્યારેક સાંભળ્યુ હશે. આ દેશનુ આખુ ામ રિપબ્લિક ઑફ મેડાગાસ્કર છે. આ આફ્રિકાના તટ સાથે હિંદ મહાસાગરમાં એક દ્વીપ રાષ્ટ્ર છે. મેડાગાસ્કર માત્ર પોતાના પહેરવેષ માટે જ નહિ પંરતુ એવી ઘણી બીજી વિશેષતાઓવાળો દેશ છે. આ દેશ દુનિયાનો ચોથો સૌથી મોટો દ્વીપ છે. મેડાગાસ્કરની માટી લાલ હોવાના કારણે તેને લાલ દ્વીપ નામથી ઓળખવામાં આવે છે.

પર્યટકોમાં ઘણુ લોકપ્રિય મેડાગાસ્કર

પર્યટકોમાં ઘણુ લોકપ્રિય મેડાગાસ્કર

મેડાગાસ્કર પોતાની અનોખી વિશેષતાઓ માટે પર્યટકોમાં પણ ઘણુ લોકપ્રિય છે પરંતુ કોરોના વાયરસના કારણે આ વર્ષે અહીં વધુ ટુરિસ્ટ નથી ગયા. મેડાગાસ્કર વિશે ઘણી રસપ્રદ વાતો છે જેમાંથી સૌથી વધુ ખાસ અહીંનો પોષાક છે. અહીં દરેક જણ એકસમાન કપડા પહેરે છે પછી ભલે તે મહિલા હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ. બધા લોકોના કપડા એક જેવા જ જોવા મળે છે.

લગ્ન અને કફન માટે પણ એક જ પ્રકારના કપડા

લગ્ન અને કફન માટે પણ એક જ પ્રકારના કપડા

મેડાગાસ્કરના લોકો દ્વારા પહેરાતા પોષાકને સ્થાનિક ભાષામાં લાંબા કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં લગ્નોમાં તો લોકો લામ્બા પોષાક પહેરે જ છે, લામ્બાનો ઉપયોગ મૃતકો માટે કફન તરીકે પણ કરવામાં આવે છે. મેડાગાસ્કર સ્વાભાવિક રીતે ખૂબ સમૃદ્ધ દેશ છે પરંતુ એક જેવા કપડા પહેરવાના કારણે અહીંની સંસ્કૃતિ છે.

મેડાગાસ્કર વિશે એક ફેક્ટ આ પણ

મેડાગાસ્કર વિશે એક ફેક્ટ આ પણ

મેડાગાસ્કર વિશે એક ફેક્ટ એ પણ છે કે સેંકડો વર્ષો પહેલા મેડાગાસ્કર આફ્રિકાથી અલગ થઈ ગયુ હતુ આ જ કારણ છે કે અહીં જોવા મળતાં છોડ અને જીવજતુ બીજે ક્યાંય જોવા નથી મળતા. મેડાગાસ્કરનુ આખુ નામ માલાગાસી છે. આ દ્વીપ પર રહેતા લોકો તેને આ નામથી જ જાણે છે. આ ઉપરાંત અહીં એક ચમકદાર ગરોળી પણ જોવા મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી જોવા મળતી તેની કિંમત પણ કરોડોમાં છે.

ભાજપ નેતાની હત્યાના વિરોધમાં આજે BJPનુ 'બંગાળ બંધ'

English summary
Same dress for men and women in Madagascar. Know more interesting facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X