કોરોના વાયરસથી બચવા સેનિટરી પેડ, બ્રા અને બોટલનો યુઝ કરી રહ્યા છે ચીનના લોકો, જાણો કારણ
ચીનની જનતા ગભરાયેલી છે અને આ ખતરનાક વાયરસથી બચવા માટે બ્રા, સેનિટરી પેડ અને પ્લાસ્ટિકનો યુઝ કરી રહ્યા છે. જાણો કારણ.
ચીનમાં કોરોના વાયરસની દહેશત ફેલાયેલી છે. આ જાનલેવા બિમારીનો ખોફ દરેક જગ્યાએ છવાયેલો છે. સ્થિતિ એ છે કે ચીનમાં માસ્કની વધુ ડિમાન્ડના કારણે મેડીકલ સ્ટોર્સમાં માસ્કની અછતની સ્થિતિ બની ગઈ છે. જેના કારણે ચીનની જનતા ગભરાયેલી છે અને આ ખતરનાક વાયરસથી બચવા માટે બ્રા, સેનિટરી પેડ અને પ્લાસ્ટિકથી મોઢુ ઢાંકીને ખુદનો બચાવ કરી રહ્યા છે. ચીનમા દુકાનોની બહાર લોકો કલાકો સુધી ઉભા રહીને માસ્ક ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. ફોટામાં જોઈને તમે પણ આઈડિયા લગાવી શકશો કે કેવી રીતે લોકો આ વાયરસની ચપેટમાં આવવાથી બચવા માટે અવનવી તરકીબો લગાવી રહ્યા છે.

શાકભાજીનુ માસ્ક
આ ફોટામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિએ લેટેસ (કોબીજનો એક પ્રકાર)નુ માસ્ક પહેરેલુ છે.

ફ્રૂટ માસ્ક
અત્યાર સુધી સાંભળ્યુ હતુ કે ફ્રૂટ માસ્ક ચહેરા માટે સારુ હોય છે પરંતુ જુઓ કેવી રીતે એ તમને વાયરસથી પણ બચાવી શકે છે. કોઈ વિકલ્પ ન હોવાના કારણે આ વ્યક્તિ ગ્રેપફ્રૂટને માસ્ક બનાવીને લગાવતો દેખાઈ રહ્યો છે.

બોટલનુ માસ્ક
ચીનમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. એવામાં માસ્કની અછતના કારણે લોકોમાં ડરનો માહોલ છે. એટલા માટે લોકો આ વાયરસથી બચવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આ ફોટામાં જુઓ આ વ્યક્તિએ કેટલી બોટલ સાથે એક્સપેરિમેન્ટ કરીને પોતાના માટે માસ્ક તૈયાર કર્યુ છે.

પીરિયડ જ નહિ વાયરસથી પણ બચાવે છે સેનિટરી નેપકીન
આ ફોટામાં જુઓ કેવી રીતે એક મહિલાએ સેનિટરી પેડથી પોતાના માટે એક માસ્ક તૈયાર કર્યુ છે.

બ્રાથી બનાવ્યુ માસ્ક
આ ફોટાના તમે સ્પષ્ટ જોઈ શકો છો કે માસ્કની અછતના કારણે લોકો બ્રાને માસ્ક તરીકે યુઝ કરી રહ્યા છે.

બોટલને બનાવી સેફ્ટી ગાર્ડ
જુઓ કેવી રીતે પબ્લિક પ્લેસમાં લોકો ખુદને બચાવવા માટે કેવા કેવા જુગાડ લગાવી રહ્યા છે.

જુગાડ
દરેક વ્યક્તિ આ વાયરસથી બચવા માટે દરેક પ્રકારના જુગાડ લગાવી રહ્યા છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
