માદા કાબચાના વધી રહેલા જન્મથી વૈજ્ઞાનિકો પરેશાન, જાણો શું છે કારણ?
પૃથ્વી પર વધી રહેલા ગ્લોબલ વોર્મિંગને કારણે જીવ સૃષ્ટિની જીવનશૈલીમાં મોટુ પરિવર્તન આવી રહ્યું છે. આનાથી સંતુલન પર ખરાબ અસર થઈ રહી છે. હવે આ વાતનો પુરાવો ફ્લોરિડામાં જોવા મળ્યો છે.
ફ્લોરિડામાં કાચબાની એક હોસ્પિટલ આવેલી છે. અહીંના વૈજ્ઞાનિકો સતત ચિંતામાં છે. વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં માત્ર માદા કાચબા જ જન્મ લઈ રહ્યા છે. હવે વૈજ્ઞાનિકો આમ થવાથી હેરાન છે.

આપણે જાણીએ છીએ તેમ જો વિશ્વમાં કોઈપણ પ્રજાતિના જીવોમાં માત્ર માદાઓ જ જન્મે તો તે પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી જાય છે. આ ચિંતાજનક પરિસ્થિતી છે. નર અને માદા માટે કુદરતી રીતે એકસાથે રહેવું ખૂબ જ જરૂરી છે. પ્રજાતિને આગળ વધારવા માટે આ બંને હોવું જરૂરી માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે આવું થવાનું કારણ વાતાવરણમાં ફેરફાર અને તાપમાનમાં વધારો છે. જો માત્ર માદા કાચબાનો આ રીતે જ જન્મ થતો રહેશે તો તેમની પ્રજાતિ માટે આગળ વધવું મુશ્કેલ બની જશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવામાન પરિવર્તન અને વધતા તાપમાનના કારણે ઈંડામાં લિંગ પરિવર્તન થઈ રહ્યું છે.
જો કે બધા વૈજ્ઞાનિકો આ વાત સાથે સહમત નથી. આબોહવા પરિવર્તન અને વધતું તાપમાન કાચબાના જાતિમાં ફેરફારનું કારણ બને તે વાતમાં ઘણા લોકોને વિશ્વાસ નથી. જો કે એક વાક નક્કી છે કે ક્લાઈમેટ ચેન્જની કાચબા સહિત અન્ય અનેક જીવો પર અસર થઈ રહી છે.
એક્સીટર યુનિવર્સિટીના ઇકોલોજિસ્ટ લ્યુસી હોક્સ જણાવે છે કે, દરિયાઇ કાચબાની સાત પ્રજાતિઓ છે, જે તાપમાનમાં ફેરફારને કારણે વધુ માદા કાચબા પેજા કરે છે. લ્યુસી 2007થી આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.
ફ્લોરિડાના મેરેથોનમાં ટર્ટલ હોસ્પિટલના મેનેજર બીટ જર્કિલબાશે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી તાપમાન વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા ચાર વર્ષથી માત્ર માદા દરિયાઈ કાચબા મળી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, આ માત્ર અહીં જ નથી થઈ રહ્યું, પરંતુ આખી દુનિયામાં જોવા મળી રહ્યું છે. વર્ષ 2018ના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વી ઓસ્ટ્રેલિયામાં 99 ટકા કાચબા માત્ર માદા છે.












Click it and Unblock the Notifications
