લગ્ન તો તમે બહુ જોયા હશે પણ આવા લગ્નો ભાગ્યેજ જોયા હશે

લોકો પોતાના લગ્નોને યાદગાર બનાવવા શું શું નથી કરતા પણ ધણા લોકો લગ્નને યાદગાર બનાવવા કંઇક તેવું કરી લેતા હોય છે કે પૂછો ના વાત. વળી આજકાલ લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટની પણ ફેશન ચાલી છે. જે જુઓ તે લગ્ન પહેલા એક રોમાન્ટિક ફોટોશૂટ કરે છે અને સોશ્યલ મીડિયા પર અપડેટ કરે છે.

જો કે પોતાના લગ્નને યાદગાર બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો સમુદ્રમાં જઇને લગ્ન કરે છે તો કેટલાક હવામાં લટકીને. પણ આજે અમે તમને કેટલાક તેવા લગ્નના આલ્બમની તસવીરો બતાવવાના છીએ જ્યાં લગ્નના ફોટોશૂટ માટે યુવતીએ તેના વેડિંગ ડ્રેસને જ આગ લગાવી દીધી છે તો ક્યાંક તોફાની અને વાવાઝોડાની બાજુમાં સસ્મિત લગ્ન કરવાનો વિચાર આ માહનુભાવોને આવ્યો છે. તો જુઓ લગ્નની આ અજીબો ગરીબ તસવીરો...

લગ્નનું સ્થળ- જ્વાયામુખી

લગ્નનું સ્થળ- જ્વાયામુખી

એક ચેનલના મૌસમ વિભાગની હોસ્ટ મારીયા મોલિનાએ રીડ ટીમર સાથે એક જાગૃત જ્વાયામુખી સામે લગ્ન કર્યા. જેથી કરીને તે આવા અદ્ધભૂત ફોટો પડાવી શકે અને પોતાના લગ્નને યાદગાર બનાવી શકે.

બ્રાઇડ ઓન ફાયર

બ્રાઇડ ઓન ફાયર

હંગર ગેમ્સ જેવી ફિલ્મોથી આઇડિલા લઇને આ બેન તેમના વેડિંગ ગાઉનને આ રીતે આગ લગાડી દીધી તે પણ એક ફોટોશૂટ માટે. નતાશા સેમ્યુઅલે લગ્ન એટલે આગ સાથે ચાલવું તે વાક્યને કદાચ ગંભીરતાથી લઇ લીધું. જો કે આ ફોટો બાદ તે તરફ જ પાસેના દરિયા જતી રહી હતી. અને આ ફોટો સંપૂર્ણ રીતે સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.

હિલસ્ટ્રોમ વેડિંગ

હિલસ્ટ્રોમ વેડિંગ

આ કપલના લગ્નના દિવસે ભારે વરસાદની આગાહી થતા તેમને મોકાનો ફાયદો ઉઠાવ્યો અને આવો ફોટો આ દિવસે જ પડાવી લીધો. હેલેન નાઇટ અને ઓવેન ચેન આ રીતે તેમના લગ્નને બનાવ્યા યાદગાર.

વરસાદમાં લગ્ન

વરસાદમાં લગ્ન

લગ્નના દિવસે વરસાદ આખા લગ્નની મઝા મારી નાખી. પણ આ સજાને મઝા બનાવી જેસિકા ગ્રોવર અને નીક. વરસાદમાં તેમણે ખેંચલો આ ફોટો તેમને હંમેશા માટે યાદગાર રહેશે.

350 ફીટ ફોટોશૂટ

350 ફીટ ફોટોશૂટ

તો ક્રીસ્ટી સુલ્કોસ્કી અને કેવીન કોલેમને 350 ફીટ ઊંચા પર્વતની ટોચ પર લગ્ન કરવાનું નક્કી કર્યું. અધુરામાં પૂરું તે ક્લીપ પર જઇને પાછા આવા આવા ફોટો પાડ્યા. તે બતાવે કે આ બન્ને એકબીજા પર કેટલો વિશ્વાસ કરે છે.

સ્નોફોલ વેડિંગ

સ્નોફોલ વેડિંગ

કાર્લી અને ક્રિસ એટવીલના લગ્નના દિવસ 8 ઇંચ સ્નોફોલ થતા આ જોડાનો કંઇક આ રીતે અદ્ધભૂત ફોટોગ્રાફી કરાવીને તેમના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવી લીધો.

ટર્નેડો વેડિંગ

ટર્નેડો વેડિંગ

નવા કપલનો આ ફોટો નેટ પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં ફોટોશૂટની પાછળ વાવાઝાડું દેખાય છે. જો તેમના ચહેરા પર પ્રેમ. જે ફોટોને બનાવી દે છે ખાસ.

ફાયર વેડિંગ

ફાયર વેડિંગ

આ લોકોના લગ્નના મંડપમાં આગ લાગી ગઇ તો તેમને આ મુશ્કેલીને તકમાં ફેરવી દઇને આ ફોટો પડાવ્યો. જાણે કે આગમાં ઊભા રહીને લગ્ન કર્યા હોય તેવી ઇફેક્ટ આ ફોટોમાં સ્પષ્ટ પણ દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X