
ભારતના આ ગામમાં યુવકોના લગ્ન નથી રહ્યાં, કારણ?
ભારત સંસ્કૃતિને વરેલો દેશ છે અને આથી જ આપણે ત્યાં લગ્નનું આગવું મહત્વ છે. લગ્ન એ માત્ર બે પાત્રો નહીં, બે પરિવારો વચ્ચેનો સંબંધ છે. ભારતીય પરિવારમાં વ્યક્તિના જીવનનો સૌથી મોટો ઉત્સવ એટલે લગ્ન. એવા દેશમાં શું તમે કોઇ એવા સમાજ કે સ્થળ વિશે વિચારી શકો જ્યાં છેલ્લા કેટલાયે વર્ષોથી કોઇના લગ્ન જ ન થયા હોય? જી હા, એવા સ્થળો છે, ભારતમાં જ છે. જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ લગ્ન જ નથી થયા!

10 વર્ષથી નથી થયા લગ્ન
રાજસ્થાનના કેટલાક ગામ એવા છે, જ્યાં છેલ્લા 10 વર્ષોમાં કોઇના લગ્ન નથી થયા. આ ગામડાઓમાં છેલ્લા 10 વર્ષોમાં કોઇ વરઘોડો નથી આવ્યો અને અહીંના 200 યુવકો પોતાની વહુની શોધમાં છે, પંરતુ તેમને વહુ મળી નથી રહી. આ ગામમાં યુવકોના લગ્ન ન થવાના કારણો ખૂબ અજીબ છે.

7 ગામોમાં નથી થયા લગ્ન
રાજસ્થાનના 7 ગામોમાં 10 વર્ષથી કોઇના લગ્ન નથી થયા. આ ગામડાઓમાં છેલ્લા 10 વર્ષમાં કોઇ યુવતી પરણીને નથી આવી અને 200થી વધુ યુવકો કુંવારા રહી ગયા છે. રાજસ્થાનના રામગંજમંડી વિસ્તારના 7 ગામોમાં કોઇ પોતાની પુત્રી આફવા નથી માંગતું. આની પાછળનું કારણ ઘણું અજીબ છે.

ડેમને કારણે અટક્યા લગ્ન
રાજસ્થાનમાં રામગંજમંડીના આ ગામડાઓમાં યુવકોના લગ્ન તાકલી ડેમને કારણે નથી થઇ રહી. આ ગામમાં ડેમને કારણે ખૂબ વિનાશ વેરાયો છે અને હવે આ ગામોમાં પુનર્વસન માટે વળતરની રાહ જોવાઇ રહી છે. આ વળતરની રાહમાં જ લોકોએ હજુ સુધી પોતાના મકાનોનું રિપેરિંગ પણ નથી કરાવ્યું. કોઇ નવું મકાન પણ બનાવી નથી રહ્યું. તાકલી નદી પર બનેલ ડેમ અંગે 20 વર્ષનો સર્વે થયો છે, પરંતુ તેનું કામ હજુ સુધી શરૂ નથી થયું. વર્ષ 2007માં આ ડેમને મંજૂરી મળી હતી.

ઘરની હાલત કફોડી
આ ડેમ બનતાં 31 ગામડાઓમાં 7386 હેક્ટર જમીનની સિંચાઇ થશે, પંરતુ ડેમનું કામ વચ્ચે જ અટકી પડ્યું છે. ડેમ તો બનીને તૈયાર થઇ ગયો,પરંતુ નહેરો સાથે ડૂબી ગયેલ ક્ષેત્રમાં આવેલ 7 ગામડાઓમાં પુનર્વાસ બાકી છે. સોહનપુરા, સારનખેડી, રઘુનાથપુરા, તાલિયાબરડી, દડિયા, દુડકલી, તમોલિયાનું પુનર્વસન હજુ સુધી નથી થયું. આ કારણે અહીંના લોકો ચિંતામાં છે અને ઘરોની હાલત એવી થઇ ગઇ છે કે, કોઇ પોતાની પુત્રી આપવા તૈયાર નથી.