Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shoking: બાળકના જન્મના 2 કલાક પહેલા જ ગર્ભવતી હોવા વિશે મહિલાને ખબર પડી

સોશિયલ મીડિયા પર હાલમાં જ એક 23 વર્ષની બેલેટ ટીચરનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે એ ખુલાસો કર્યો કે...

સોશિયલ મીડિયા પર હાલમાં જ એક 23 વર્ષની બેલેટ ટીચરનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે એ ખુલાસો કર્યો કે તેને પોતાના ગર્ભવતી થયાની વાત બાળકના જન્મ આપવાના માત્ર બે કલાક જ ખબર પડી હતી. તે જ્યારે કિડનીની સમસ્યાના કારણે હોસ્પિટલ ગઈ ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. લિજી કુહા નામાની આ ટીચરે દીકરીને જન્મ આપ્યો છે. અમેરિકાના બ્લુમિંગટનમાં રહેતી લિજીની આ શોકિંગ ટિકટૉક સ્ટોરી ઘણી વાયરલ થઈ રહી છે.

લિઝીએ વીડિયો શેર કરીને જણાવ્યુ કારણ

લિઝીએ વીડિયો શેર કરીને જણાવ્યુ કારણ

ડેઈલી મેલના સમાચાર અનુસાર લિઝીએ વીડિયોમાં જણાવ્યુ ક ગયા વર્ષે 23જૂને તેેને ખૂબ પીડા થઈ રહી હતી. ત્યારબાદ તેણે આની માહિતી તેની માને આપી. તેને લાગ્યુ કે તેની કિડનીની સમસ્યા વધી ગઈ છે. વીડિયોમાં લિઝીએ કહ્યુ, હું હોસ્પિટલમાં ભરતી થઈ અને તે કિડનીની દવા આપતા પહેલા એ સ્પષ્ટ કરે છે કે હું ગર્ભવતી તો નથી. ત્યારબાદ ડૉક્ટરોએ તેની તપાસ કરી. લિઝી કહે છે, મને ઘણી પીડા થઈ રહી હતી ત્યારે ડૉક્ટરો આ શોધી રહ્યા હતા કે હું ગર્ભવતી તો નથી.

આ ઘટનાને સૌથી દર્દનાક અનુભવ ગણાવ્યો

આ ઘટનાને સૌથી દર્દનાક અનુભવ ગણાવ્યો

જ્યારે તપાસ પૂરી થઈ તો ડૉક્ટરોએ લિઝીના ગર્ભવતી હોવાની વાત ખબર પડી. ત્યારે લિઝીને લેબર પેઈન પણ થઈ રહ્યુ હતુ અને તેણે દીકરીને જન્મ આપ્યો. લિઝીએ સ્થાનિક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ, મને ખબર પડી કે હું ગર્ભવતી છુ, તે પણ એક જજમેન્ટલ ડૉક્ટર પાસેથી. ત્યારે ચાર કલાક બાદ મારા બાળકનો જન્મ થયો. હાલમાં લિઝી અને તેની દીકરી સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેણે આ વાતનો ઉલ્લેખ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કર્યો છે.

ગર્ભવતી હોવાના કોઈ લક્ષણ દેખાયા નહોતા

ગર્ભવતી હોવાના કોઈ લક્ષણ દેખાયા નહોતા

તે કહે છે, મને પીડા ન થાય એ માટે ઈંજેક્શન લગાવવાનો સમય પણ ઓછો હતો. હું બહુ જ પીડામાં હતી. મને ખબર નહોતી કે હું દીકરા કે દીકરીને જન્મ આપીશ. બાળક સ્વસ્થ હશે કે નબળુ. આ ઘટનાને લિઝીએ તણાવપૂર્ણ અને પરેશાન કરનારી ગણાવી. તે દીકરીના જન્મ પહેલાથી અન્ય ઘણા પ્રકારની બિમારીઓ સામે પણ લડી રહી છે. લિઝીએ કહ્યુ કે તેને પોતાનામાં એવા કોઈ લક્ષણ દેખાયા નહિ જેનાથી ગર્ભવતી હોવાનુ જાણી શકાય. સાથે લેબર પેઈન અને કિડની પેઈનમાં પણ તે અંતર કરી શકતી નહોતી.

ગર્ભવતી હોવાનુ કેમ ખબર ન પડી?

ગર્ભવતી હોવાનુ કેમ ખબર ન પડી?

લિઝીએ કહ્યુ કે તેનુ વજન ખૂબ જ વધી ગયુ હતુ. તેમછતાં પણ તે જંક ફૂડ ખૂબ જ ખાવા લાગી હતી. જેના કારણે તેને લાગ્યુ કે કદાચ તેનુ વજન વધી રહ્યુ છે જ્યારે અસલમાં તે ગર્ભવતી હતી. લિઝીએ એક ચોંકાવનારી વાત એ પણ જણાવી કે તેને રેગ્યુલર પીરિયડ આવી રહ્યા હતા. આના પર ડૉક્ટરોનુ કહેવુ છે કે આવુ પ્લેસેંટા પ્રેવિયાની સ્થિતિમાં સંભવ છે. આના કારણે લિઝીને ગર્ભવતી હોવાની ખબર પડી નહિ. જો કે લિઝી હવે પોતાની દીકરી સાથે ખૂબ ખુશ છે, જે 11 મહિનાની થઈ ગઈ છે. તેણે પોતાની કહાની આ આશાથી શેર કરી છે જેથી તે અન્ય મહિલાઓને પણ કામ લાગી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X