સાવધાન.. ચેક પાછળ સાઈન કરો છો તો આવી શકે છે મોટી મુસીબત, જાણી લો આજે જ નિયમો
મોટાભાગના લોકો બેંકિંગ સેવાઓનો ઉપયોગ તો કરે છે પરંતુ નિયમોથી અજાણ હોય છે. આ જ કારણ છે કે તે ક્યારેક મોટી સમસ્યાઓમાં ફસાઈ જાય છે. ખાસ કરીને ચેકનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે કેટલાક નિયમો સમયસર જાણી લેવા જરૂરી છે.
ચેક કોએઈ નાણાકીય સંસ્થા અથવા વ્યક્તિગત રોકડ ઉપાડ માટેની લેખિત ગેરંટી છે. તે સામાન્ય રીતે બેંકને એક ખાતામાંથી બીજા ખાતામાં નિશ્ચિત રકમ ચૂકવવા માટે ચેક લેખિત આદેશનું કામ કરે છે.

બેંકથી ચેકને બે પક્ષો વચ્ચે વ્યવહાર કરવાની સલામત, સુરક્ષિત અને સૌથી અનુકૂળ રીત છે. ચેક પર અથવા તેની પાછળ સહી કરવાનો બેંકની ભાષામાં વિશેષ અર્થ છે. તમામ પ્રકારના ચેકની પાછળ સહી કરવામાં આવતી નથી. માત્ર બેરર ચેક પર જ રિવર્સ સાઈડ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.
બેરર્સ ચેક બેંકમાં જમા કરવામાં આવે છે અને તેમાં કોઈ વ્યક્તિનું નામ હોતું નથી. તે ચેકની મદદથી કોઈપણ વ્યક્તિ બેંકમાંથી રોકડ ઉપાડી શકે છે. બેંક સહમતિ સાથે જારી કરાયેલા વાહકના ચેકને વ્યવહાર તરીકે માનન્યતા છે. નિયમ મુજબ આવા ચેકથી થયેલી છેતરપિંડી માટે બેંક જવાબદાર નથી હોતી.
જો તમે ચેકની વ્યવહાર કરી રહ્યા છો તો કેટલીક બાબતો આજે જ જાણી લેવી જરૂરી છે. ચેક ચાલુ અથવા બચત ખાતા માટે જારી કરી શકાય છે. આ સિવાય માત્ર ચેક પર નામ હોય તે જ તેને કેસ કરી શકે છે.
ચેક સાથેનો સૌથી જાણી લેવા જેવો નિયમ છે કે તારીખ વિનાનો ચેક અમાન્ય ગણવામાં આવે છે અને બેંક ચેક ઇશ્યૂ થયાની તારીખથી ત્રણ મહિના માટે માન્ય ગણાય છે. ચેકના તળિયે 9 અંકનો MICR કોડ હોય છે, જે ચેક ક્લિયરન્સ પ્રક્રિયાને સરળ બનાવે છે.
આ સિવાય ચેકમા રકમ શબ્દો અને આંકડા બંનેમાં લખવાનો આગ્રહ રખાય છે. ચેક આપનારાએ ઓવરરાઇટ કર્યા વિના ચેક પર સહી કરવી આવશ્યક છે. ચેક પર પૈસા લેનારના નામની જોડણી સાચી હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
